નિર્ભયા ગેંગરેપ મામલમાં સતત નવા વળાંકો સામે આવી રહ્યા છે. હવો દોષીઓની ફાંસીમાં 24 કલાક કરતા પણ ઓછો સમય બાકી રહ્યો છે, પરંતુ જાણકારોના જણાવ્યા અનુસાર, હાલ 1 ફેબ્રુઆરીએ તેમને ફાંસી થવી ખૂબ જ મુશ્કેલ છે.
જે રીત દોષીઓએ પોતાને બચાવવાના નવા પેંતરા અપનાવ્યા છે, તેને જોતા લાગી રહ્યું છે કે, 1 ફેબ્રુઆરીએ મળનારી ફાંસીને ફરી એકવાર આગળ વધારવામાં આવી શકે છે. તેનું કારણ એ છે કે, મુકેશને છોડીને ત્રણ અન્ય દોષીઓની પાસે હજુ પણ રાષ્ટ્રપતિની પાસે દયા અજી મોકલવાનો વિકલ્પ ખુલ્લો છે.
રિપોર્ટ અનુસાર, ફાંસીના 60 કલાક પહેલા રાષ્ટ્રપતિની પાસે દયા અરજી મોકલવાથી ફાંસી અટકાવી દેવામાં આવે છે. એવામાં વિનયે આ કામ કરી લીધુ છે. તેણે પોતાના બચાવ માટે રાષ્ટ્રપતિની પાસે દયા અરજી મોકલી આપી હતી. તેના પર હજુ નિર્ણય આવવાનો બાકી છે, પરંતુ નિર્ણય આવતા પહેલા ફાંસીની તારીખ લંબાવવામાં આવી શકે છે.
જણાવી દઈએ કે, નિર્ભયાના ગુનેગારોના વકીલ એ. પી. સિંહ તરફથી પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરી ફાંસીની તારીખ ફરી એકવાર આગળ વધારવાની માગ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.