પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાના નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાનું પગલું ઐતિહાસિક છે, તેનાથી મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન મળશે, દુનિયાભરના રોકાણકારો આકર્ષિત થશે. અમારી અંગત ક્ષેત્રોની પ્રતિસ્પર્ધામાં સુધારો થશે. તેનાથી 130 કરોડ ભારતીયોની જીત થશે.
તેમણે વધુમાં કહ્યું કે, છેલ્લા કેટલાક અઠવાડિયામાં કરવામાં આવેલ જાહેરાતોથી સ્પષ્ટ છે કે, અમારી સરકાર ભારતને વેપાર કરવા માટે એક અગત્યનું સ્થાન બનાવવામાં કોઇ કસર છોડશે નહીં. સરકાર સમાજના તમામ વર્ગ માટે અવસરને વધું મજબૂત બનાવે છે અને દેશને પાંચ ટ્રિલિયન અર્થ વ્યવસ્થા બનાવવા માટે સમૃદ્ધ કરી રહી છે.
શું કહ્યું અમિત શાહે
ગૃહમંત્રી અમિત શાહે પણ નાણામંત્રીના નિવેદને સમર્થન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, કોર્પોરેટ ટેક્સ કરવાની માગ ઘણા સમયથી ઉઠી રહી હતી હવે તે હકીકત બની ચૂક્યું છે. આ કદમ આપણા કોર્પોરેટ્સનેઆ પગલું અમારા કોર્પોરેટરોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવશે અને સંભવિત રોકાણકારો માટે અમારા બજારો ખૂબ રોમાંચક બની રહેશે.
પ્રધાનમંત્રી મોદી અને નાણાં મંત્રીનો આભાર
તેમણે વધુમાં કહ્યું કે, ‘મોદી સરકાર ભારતને એક મોટું મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે કટિબદ્ધ છે અને એફડીઆઈમાં છૂટછાટની અગાઉની ઘોષણાઓ સાથે, આ નિર્ણય આ ઉદ્દેશ્યને પૂર્ણ કરવામાં એક લાંબો માર્ગ નક્કી કરશે. હું આ હિંમતભેર પગલા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નિર્મલા સીતારમણનો આભાર માનું છું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.