પ્રવાસી મજૂરોના મુદ્દા પર આપણે મળીને કામ કરવું પડશે અને હું સોનિયા ગાંધીને હાથ જોડીને અપીલ કરું છું કે આ મુદ્દા પર રાજકારણ ના કરો. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે રાહત પેકેજની જાહેરાત કરતાં પગપાળા ઘરે જતા પ્રવાસી મજૂરોના મુદ્દા પર વિપક્ષને ઘેરી છે. તેમણે રાહુલ ગાંધીની એ તસવીર પર પ્રશ્ન ઉઠાવ્યો જેમાં તેઓ રસ્તા પર બેસીને પ્રવાસી મજૂરો સાથે વાત કરી રહ્યા હતા. નિર્મલાએ કહ્યું કે રાહુલે આમ કરીને એ મજૂરોનો સમય ખરાબ કર્યો.
સોનિય ગાંધીને હાથ જોડીને અપીલ, જવાબદારી સમજો: નિર્મલા
નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે વિપક્ષી પાર્ટીઓને કહેવા માંગું છું કે પ્રવાસી મજૂરોના મુદ્દા પર આપણે મળીને કામ કરવું પડશે. તમામ રાજ્ય સરકારોની સાથે મળીને કામ કરી રહ્યા છીએ. હાથ જોડીને સોનિયા ગાંધીજીને કહું છું કે અમારી સાથે વાત કરો અને પ્રવાસી મજૂરોના પ્રત્યે જવાબદારી સમજો.
નિર્મલા સીતારમણને પ્રવાસી મજૂરો સાથે જોડાયેલો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે પીડીએસ અને મનરેગાની અંતર્ગત જે જાહેરાતો કરાઇ છે તેનો ફાયદો પ્રવાસી મજૂર પોતાના ઘર પહોંચતા જ ઉઠાવી શકશે પરંતુ મોટાભાગના લોકો હજુ રસ્તામાં જ છે. તેના પર નિર્મલા સીતારમણ આક્રમક થઇ ગયા. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે મજૂરોને અપીલ કરી હતી કે તે લોકો જ્યાં છે ત્યાં જ રહે. સરકાર તેમના જમવા-રહેવાની સગવડ કરવાની શકય તમામ કોશિષ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે પરંતુ જ્યારે મજૂર લોકો ઘરે જવા જ માંગતા હતા તો કેન્દ્ર અને રેલવે એ ટ્રેન ચલાવાની જાહેરાત કરી. રેલવેએ સ્પષ્ટ કહ્યું કે ટ્રેનો તૈયાર છે જે રાજ્ય જેટલી ટ્રેન માંગશે એટલી અપાશે.
સીતારમણે આરોપ મૂકયો કે કોંગ્રેસ શાસિત અને જે રાજ્યોમાં તેમના સહયોગીઓની સરકાર છે ત્યાં રાજકારણ થઇઇ રહ્યું છે અને ટ્રેનો માટે કહેવામાં આવી રહ્યું નથી. નિર્મલાએ કહ્યું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી એ કોંગ્રેસ શાસિત રાજ્યોને નિર્દેશ આપવો જોઇએ કે તેઓ વધુ ટ્રેનો મંગાવે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.