ભારતનું રાષટ્રીય બજેટ પહેલી ફેબુ્રઆરી 2021ના રોજ સંસદમાં રજૂ કરાશે. મંત્રીએ કહ્યું હતંસ કે ગ્રોથને રિવાઇવ કરવા કોરોનામાં જે ક્ષેત્રો પર અત્યંત ખરાબ અસર પડી હતી તેમને મોટો ટેકો આપવો પડશે.
જે ક્ષેત્રોની માગ વધશે અને નવા નવા એન્જીન ગ્રોથ આવશે તો તેમને પણ પ્રોત્સાહન આપવું પડશે.
નાણા મંત્રી નિર્મલા સિતારમણે આજે અગાઉ ક્યારે દેશની જનતાએ ના જોયું હોય એવું બજેટ આપવા વચન આપ્યું હતું. સરકારે કોરોનાના કારણે બદહાલ બની ગયેલા અર્થતંત્રને બેઠું કરવા મરણીયા પ્રયાસો કરી રહી હોવાનું તેમણે કહ્યુ હતું
તમારા અભિપ્રાયો મને મોકલો કે જેથી હું તેમને એક એવો બજેટ આપું જે તમે ક્યારે પણ જોયું નહીં હોય. આવી મહામારી પછી ભારતમાં આવું બજેટ ક્યારે પણ મૂકાયું નહતું. પણ એના માટે મારે તમારા સુચનોની જરૂર છે એના વિના હું બજેટ તૈયાર કરી શકીશ નહીં. કોરોના પછી બજેટ એવું હશે જેને લોકો આવકારશે’એમ તેમણે સીઆઇઆઇ પાર્ટનરશીપ 2020ના એક કાર્યક્રમમાં કહ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.