નાની બચત યોજનાઓ પર વ્યાજદરમાં ઘટાડાના મુદ્દે, મોદી સરકારે ભલે યુટર્ન લીધો હોય, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે આ કાપ નિશ્ચિત છે

નરેન્દ્ર મોદી સરકારે નાની બચતના વ્યાજદરમાં ઘટાડો કરવાનો નિર્ણય રાતોરાત પાછો ખેંચ્યો એ અંગે એવી વાત ચાલી રહી છે કે, નિર્મલા સીતારામનના સ્ટાફના કારણે ભાંગરો વટાઈ છે.

નિર્મલા સીતારમનનો સ્ટાફ તથા અધિકારીઓએ બુદ્ધિ ચલાવ્યા વિનાને આંખ મીંચીને વ્યાજ દર ઘટાડવાના મુદ્દે સરકારે ભલે યુટર્ન લીધો હોય, પરંતુ નિષ્ણાંતોનું માનવુ છે કે, આ કાપ નિશ્ચિત છે. માત્ર તેનો અમલ પાછો ઠેલવાયો છે.

કોરોનાકાળમાં દેશનું અર્થતંત્ર તળીયે પહોંચી ગયા પછી માંડ બેઠું થવાનો પ્રયાસ કરી રહ્યું છે એવા સમયે કેન્દ્ર સરકારે નાની બચતના વ્યાજદરમાં ૦.૫ ટકાથી ૧.૧ ટકા સુધીનો ઘટાડો કરવાનો આંચકાજનક નિર્ણય લીધો હતો.

જોકે, આ નિર્ણય લીધાના ૨૪ કલાક કરતાં પણ ઓછા સમયમાં મોદી સરકારે આ નિર્ણય રદ કરવો પડયો છે. આ બાબત દેશના અર્થતંત્રમાં મોદી સરકારની અણઆવડત દર્શાવે છે.

નાણામંત્રી નિર્મલા સીતારામને શુક્રવારે સવારે એક ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. દેશના નીચલા મધ્યમવર્ગ અને ગરીબોને આ નિર્ણયથી ઘણી રાહત મળી છે.

આ સિવાય સરકારે અન્ય અનેક નાની યોજનાઓના વ્યાજ દરમાં ૦.૫ ટકાથી ૧.૧  સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આશ્ચર્યજનક બાબત એ છે કે નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું કે, વ્યાજમાં કાપનો આદેશ ‘ભૂલથી’ જાહેર કરાયો હતો. નાણામંત્રીએ ગુરુવારે સવારે એક ટ્વીટ કરીને કહ્યું, ભારત સરકારની નાની બચત યોજનાઓ પરના વ્યાજ દર એ જ જ રહેશે, જે ૨૦૨૦-૨૧ના અંતિમ ત્રિમાસિકમાં હતા.

કોંગ્રેસે કહ્યું કે, વિધાનસભા ચૂંટણીઓમાં સંભવિત નુકસાનના ડરથી કેન્દ્ર સરકારે વ્યાજદરોમાં ઘટાડાનો નિર્ણય રાતો રાત પાછો ખેંચી લીધો હતો, પરંતુ આ તેના એજન્ડામાં જ છે, જેનો અમલ ચૂંટણી પછી કરાશે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, દેશમાં પાંચ રાજ્યોમાં ચૂંટણી પૂરી થયા પછી ટૂંક સમયમાં જ નાની બચત યોજનાઓના વ્યાજ દર પર કાપ મૂકાશે. આ સરકાર પેટ્રોલ અને ડીઝલ પર પહેલાંથી જ લૂંટ ચલાવી રહી છે. હવે ચૂંટણી પૂરી થયા પછી મોદી સરકાર નાની બચતના વ્યાજ દરોમાં જંગી કાપ મુકીને નીચલા મધ્યમવર્ગની બચત પર લૂંટ ચલાવશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.