એન્ટિલિયા બહાર બોમ્બ મૂકેલી કાર મળતાં નીતા અંબાણીનો ગુજરાત પ્રવાસ રદ્દ કર્યો હતો..

દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત નિવાસ સ્થાન બહાર વિસ્ફોટકો લાદેલી કાર મળવાનાં કારણે એનઆઈએ એ કોર્ટે આરોપી સામે ચાર્જશીટ દાખલ કરી દીધી છે. ચાજઁશીટમાં બરતરફ કરેલ પોલીસ અધિકારી સચિન વઝે હતો.

એન્ટિલિયાનાં સુરક્ષા વડાએ એનઆઈએની પૂછપરછમાં જણાવ્યું હતું કે, ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ પોતાના નિવાસસ્થાન નજીકથી વિસ્ફોટક લાદેલી એસયુવી મળી આવ્યાં બાદ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીએ તેમનો ગુજરાત પ્રવાસ રદ કરી નાખ્યો હતો.

https://www.facebook.com/AsmitaNews/videos/248591950501749

એનઆઈએની ચાજઁશીટમાં જણાવવામાં આવ્યું છે કે એન્ટિલિયા કેસમાં સાક્ષી બનેલા મનસુખ હિરેનની સચિન વઝેનાં ઈશારે ફકત ૧૧ મિનિટમાં હત્યા કરી નખાઈ હતી. સચિન વઝેને બીક હતી કે મનસુખ હીરેન તેના તમામ રહસ્યો જાહેર કરી દેશે. મનસુખ આ સમગ્ર કેસના રહસ્યો જાણતો હતો. તેની જ સ્કિોપયો કારમાં જિલેટિન સ્ટિકસ લાદવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.