નીતિ આયોગની આ બેઠકમાં કૃષિ, માળખાગત ઢાંચા, વિનિર્માણ અને મનાવ સંસાધન વિકાસ સાથે જોડાયેલા મુદ્દાની ચર્ચા કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફ્રન્સિંગના માધ્યમથી નીતિ આયોગની ગર્વનિંગ કાઉન્સિલની 6ઠી બેઠકમાં ભાગ લેશે.
આ કેન્દ્ર શાસિત પ્રદેશો પહેલી વાર ભાગ લેશે
નીતિ આયોગની મુખ્ય સ્થાનીક પરિષદમાં તમામ રાજ્યો – કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રી, ઉપ- રાજ્યપાલ, અનેક કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ સરકારી અધિકારી સામેલ છે. નીતિ આયોગની છઠ્ઠી બેઠકમાં પહેલીવાર લદ્દાખને પ્રવેશ મળશે.
આ ઉપરાંત જમ્મુ -કાશ્મીરને પણ કેન્દ્ર શાસિત પ્રદેશના રુપમાં ભાગીદારી હશે. આ વખતે પ્રશાસકોની અધ્યક્ષતા વાળા અન્ય કેન્દ્રશાસિત પ્રદેશોને સામેલ થવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.
પ. બંગાળની સીએમ મમતા બેનર્જી પીએમ મોદીની અધ્યક્ષતામાં થનારી નીતિ આયોગની સંચાલન પરિષદની બેઠકમાં શક્ય છે કે સામિલ નહીં થાય. તે પરિષદ સરકારના થિંક ટેંકની મુખ્ય સંસ્થા છે. તૃણમુલ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે મમતા બેનર્જી 20 ફેબ્રુઆરીએ થનારી નીતિ આયોગની બેઠકમાં શક્ય છે કે સામેલ ન થાય.
પંજાબના સીએમ અસ્વસ્થ હોવાના કારણે ભાગ નહી લે
પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ અસ્વસ્થ છે જેના કારણે આ બેઠકમાં ભાગ નહીં લે. તેમણે જણાવ્યું કે જેમની જગ્યાએ બેઠકમાં રાજ્યના નાણામંત્રી મનપ્રિક સિંહ બાદલ ભાગ લઈ શકે છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.