નીતિ આયોગની ગવર્નિંગ બેઠક ચાલી રહી છે. જેમાં પીએમ મોદીએ કેન્દ્ર અને રાજ્ય મળીને આ કામો કરવા કર્યુ છે.
PM મોદીએ કહ્યું કે કૃષિને લઈને પશુપાલન અને મત્સ્યપાલન સુધી એક હોલિસ્ટિક અપ્રોચ અપનાવવામાં આવ્યો છે. આનું પરિણામ છે કે કોરોના કાળમાં દેશની કૃષિ નિકાસમાં ઘણો વધારો થયો છે. ભારતે કૃષિ ક્ષેત્રે નિકાસમાં વૃદ્ધિ જોઈ છે. આપણી પાસે આ ક્ષેત્રે ઘણી વધારે ક્ષમતા છે.
પીએમએ કહ્યું કે દેશ મન બનાવી ચૂક્યું છે કે ઝડપથી આગળ વધે. દેશ હવે સમય વેડફવા નથી માંગતું. દેશના યુવાનોની મોટી ભૂમિકા રહી છે. કેન્દ્ર સરકારે વિભિન્ન સેક્ટર માટે પીએલઆઈ સ્કીમ શરુ કર છે.
આપણા ખેડૂતોના ખાતામાં પૈસા જઈ શકે છે. આ પૈસાનો હકદાર ખેડૂત છે. પરંતુ આ માટે આપણે આપણી યોજનાઓ એ રીતે બનાવવી પડશે. આ માટે ખેડૂતોને ગાઈડ કરવાની જરુર છે.
પીએમ મોદીની અધ્યક્ષતામાં ચાલી રહેલી બેઠકને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે આપણે કોરોનાનો સમય જોયો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોને રાષ્ટ્રને સફળ બનાવવા એક સાથે મળીને કામ કર્યુ છે. જેનાથી વિશ્વ સ્તર પર દેશની એક સારી છબી બની છે. અનેક રાજ્યોમાં ઝડપી ગતિથી વિકાસના કામ કર્યા છે.
નીતિ આયોગની આ બેઠકમાં કૃષિ, માળખાગત ઢાંચા, વિનિર્માણ અને મનાવ સંસાધન વિકાસ સાથે જોડાયેલા મુદ્દાની ચર્ચા કરશે. જો કે સૂત્રોના જણાવ્યાનુંસાર આ બેઠકમાં પશ્ચિમ બંગળની મુખ્યમંત્રી મમતા બેનર્જી અને પંજાબના સીએમ અમરિંદર સિંહ સામેલ નહીં થાય
ઉલ્લેખનીય છે કે પીએમ નીતિ આયોગના ચેરમેન છે. પરિષદની બેઠકના એજન્ડામાં કૃષિ, માળખાગત ઢાંચા, વિનિર્માણ, માનવ સંસાધન વિકાસ, જમીની સ્તર પર સેવાઓની આપૂર્તિ અને સ્વાસ્થ્ય તથા પોષણ પર વિચાર વિમર્શ સામેલ છે.
તૃણમુલ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે મમતા બેનર્જી 20 ફેબ્રુઆરીએ થનારી નીતિ આયોગની બેઠકમાં શક્ય છે કે સામેલ ન થાય. આ પહેલા પણ બેનર્જી નીતિ આયોગની બેઠકોને નિરર્થક ગણાવતા તેમા શામેલ નથી થતી. બેનર્જીનું કહેવું છે કે આ સંસ્થાની પાસે કોઈ નાણા શક્તિ નથી અને આ રાજ્યની યોજનાઓમાં મદદ નથી આપી શકતી.
પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ અસ્વસ્થ છે જેના કારણે આ બેઠકમાં ભાગ નહીં લે. તેમણે જણાવ્યું કે જેમની જગ્યાએ બેઠકમાં રાજ્યના નાણામંત્રી મનપ્રિક સિંહ બાદલ ભાગ લઈ શકે છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.