ભાજપના જ હોદ્દેદારો તેને અવગણીને, જાણે તેમણે કોઈ નીતિ-નિયમો લાગુ ન પડતાં હોય, તેમ વર્તી રહ્યા છે

ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા એક વર્ષથી ‘દો ગજ કી દૂરી’ જાળવવાનું કહી-કહીને થાકી ચૂક્યા છે. પરંતુ તેમના પોતાના પક્ષ ભાજપના જ હોદ્દેદારો તેને અવગણીને જાણે તેમણે કોઈ નીતિ-નિયમો લાગુ ન પડતાં હોય તેમ વર્તી રહ્યા છે.

અગાઉ પણ ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂક બાદના અભિવાદન કાર્યક્રમોમાં, પછી જિલ્લા-તાલુકા પંચાયતની રેલીઓમાં, સુરત મનપાની ચૂંટણીઓમાં અને ત્યારબાદ જીતના જશ્ન વખતે સત્તાધારી ભાજપ પક્ષ આ મહામારીના સમયે ભારે ભીડ ભેગી કરવા માટે વિવાદોમાં સપડાઇ ચૂક્યું છે.

રિંગરોડ માન દરવાજા પાસે ડો.બાબાસાહેબ આંબેડકરના પૂતળાને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે હરખપદૂડા થઈને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત સુરત શહેરનાં મેયર હેમાલી બોઘાવાલા તેમજ અન્ય ભાજપના હોદ્દેદારો અને કોર્પોરેટરો પહોંચ્યાં હતાં. કાર્યક્રમ સ્થળ પર મોટી સંખ્યામાં એકત્રિત થઈને જાણે કોરોના સંક્રમણ ફેલાવવાની કોઈ પરવાહ કે ભય ન હોય એ રીતે વર્તી રહ્યા હોવાનું જણાતું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ વિજય રૂપાણી લોકોને સતત માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે અપીલ કરી રહ્યા છે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.