નીતિન ગડકરી :હવે ખરાબ રસ્તા બનાવનારા કોન્ટ્રાક્ટરોને થશે આટલા રૂપિયાનો દંડ

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરીએ ટ્વીટ કરીને કહ્યું છે કે, હવેથી ખરાબ રસ્તા બનાવનારા ઠેકેદારોને પણ દંડ ફટકારવામાં આવશે.

ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, નવા મોટર વ્હીકલ એક્ટ 2019 હેઠળ માત્ર સામાન્ય નાગરિકો માટે જ પેનેલ્ટીની રકમ વધારવામાં નથી આવી બલ્કે રસ્તા બનાવનારા ઠેકોદારો દ્વારા જો રસ્તા ખરાબ બનાવવામાં આવશે તો તેમણે પણ મોટી રકમનો દંડ ભરવો પડશે.

તેમણે કહ્યું કે, રસ્તા બનાવનારા ઠેકેદારો પર સરકાર નજર રાખશે. જો રસ્તો બનાવનારા ઠેકેદારો ખરાબ રસ્તા, ખરાબ ડિઝાઈન, રસ્તો બનાવવા માટે ખરાબ સામગ્રીનો ઉપયોગ કરશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. રસ્તાની જાળવણીમાં જો બેદરકારી દેખાશે તો ઠેકેદારોએ 1 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે

થોડા દિવસ પહેલા એવી અફવા ફેલાઈ હતી કે હવે હાફ સ્લીવ શર્ટ અને લુંગી ગંજી પહેરીને ગાડી ચલાવી શકાશે નહી. જો એવું કરવામાં આવશે તો દંડ ભરવાનો વારો આવશે. પણ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરીએ આ અફવાઓને લઈને ખુલાસો કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.