ભારત સરકારે માર્ગ નિર્માણ ક્ષેત્રમાં થઈ રહેલા વિલંબને લઈને અધિકારીઓ પર ફંદો કસવાનું શરૂ કરી દીધું છે. સારું પ્રદર્શન ન કરનારા અધિકારીઓ પર તવાઈ આવી શકે છે અને તેમને બળજબરીપૂર્વક રિટાયર્ડ કરવામાં આવી શકે છે. કેન્દ્રીય રસ્તા પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શુક્રવારે આવા અધિકારીઓને સાવધાન કરતા કહ્યું કે, રાજમાર્ગ પરિયોજનાઓમાં વિલંબનો સ્વીકાર કરવામાં નહીં આવશે અને સંબંધિત અધિકારીઓના કાર્યપ્રદર્શનનું ઓડિટ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આવા અધિકારીઓને જબરદસ્તી રિટાયર્ડ કરવામાં આવી શકે છે.
જણાવી દઈએ કે, ગડકરીએ 16 રાજ્યોમાં ચાલી રહેલા 28304 કિમીની 740 રાજમાર્ગ પરિયોજનાઓની 2 દિવસ સુધી ચાલેલી સમીક્ષા બાદ આ ટિપ્પણી કરી છે. આ પરિયોજનાઓની તમામ સંબંધિત પક્ષોની સાથે મળીને સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં માર્ગ પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી, ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI), રાજ્ય સરકારો, કોન્ટ્રાક્ટરો અને અનુબંધનકર્તા, સલાહકારો સહિત તમામ સંબંધિત પક્ષો ઉપરસ્થિત રહ્યા હતા. બેઠકમાં 31 માર્ચ, 2022 સુધી પ્રતિદિન 40 કિમી રસ્તાના નિર્માણનું લક્ષ્ય હાંસલ કરવા વિશે પણ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.
સમીક્ષા બેઠકના અંતમાં ગડકરીએ કહ્યું, દરેક અધિકારીના કાર્ય પ્રદર્શનનું ઓડિટ કરવામાં આવશે. જેનું પણ કામ નક્કી કરવામાં આવેલા સ્તર પ્રમાણે નહીં હશે, તેમને અનિવાર્ય સેવાનિવૃત્તિ દ્વારા બહારનો રસ્તો બતાવવામાં આવશે. જોકે, સારા કામને પુરુસ્કૃત પણ કરવામાં આવશે. આ સાથે જ તેમણે માહિતી આપી હતી કે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પ્રોજેક્ટને 3 વર્ષમાં પૂર્ણ કરી દેવામાં આવશે. પરિયોજનાના 51 ભાગોમાંથી 18માં કામ શરૂ થઈ ચુક્યું છે. તેમણે કહ્યું કે, 7500 કિમી લંબાઈના 22 નવા રસ્તા વિકસિત કરવામાં આવી રહ્યા છે, જેના પર 3 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનું અનુમાન છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.