ભારતમાં પણ હવે કોરોના વાયરસે (#coronavirusindia) પગપેસારો કર્યો છે. ત્યારે આ વચ્ચે અમદાવાદ (ahmedabad) સિવિલમાં એક શંકાસ્પદ કોરોના વાયરસનો દર્દી દાખલ થયો છે. સિંગાપુરથી પરત ફરેલી યુવતી હાલ શંકાસ્પદ કેસ (corona virus) તરીકે હોસ્પિટલમાં દાખલ થઈ છે. આ મહિાલ 2 માર્ચે અમદાવાદ પરત ફરી હતી. 23 વર્ષીય યુવતીને સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાઈ હતી. ડોકટરો દ્વારા મહિલાના બ્લડ સેમ્પલ લઈ તેની સારવાર શરૂ કરાઈ છે.
અમદાવાદ સિવિલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. કોરોના વાયરસના દર્દીને સારવાર આપવા તમામ વ્યવસ્થાઓ સાથે વિશેષ વોર્ડ તૈયાર કરાયો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. સિવિલમાં કોરોના વાયરસના રિપોર્ટ માટે લેબ પણ તૈયાર કરાઈ છે.
નીતિન પટેલનું નિવેદન
કોરોના વાયરસ ઉપર નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં કોરોના વાઇરસનો એક પણ કેસ હજુ સુધી નોંધાયો નથી. કેન્દ્રીય આરોગ્ય સચિવ દ્વારા દેશના તમામ રાજ્યોના આરોગ્ય કમિશનર અને સચિવ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને ગાઈડલાઈન આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે આપેલી ગાઈડલાઈનના આધારે રાજ્ય સરકાર પગલાં ભરી રહી છે. અમદાવાદ સહિત રાજ્યની સિવિલ હોસ્પિટલોમાં જરૂરી સુવિધા ઊભી કરવામાં આવી રહી છે. ગુજરાત કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર હોવાનો દાવો પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. તેમજ તેમણે કહ્યું કે, અમદાવાદ એરપોર્ટ સહિત તમામ જગ્યાએ સ્કેનિંગ માટેની સુવિધા ઊભી કરવાનો પ્રયત્ન ચાલુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.