રાજ્યમાં ચિકિત્સા સંસ્થાઓ દ્વારા પુરી પાડવામાં આવતી સુવિધાઓ અને સેવાઓના સમાન ધોરણો સુનિશ્ચિત કરવાની જરૂરીયાત અને રાજ્યને લાગુ પડતો ગુજરાત નર્સિંગ હોમ રજીસ્ટ્રેશન અધિનિયમ-1949 રદ કરી આરોગ્ય સેવાના ઉદ્દેશો સિધ્ધ કરવા માટે ગુજરાત ચિકિત્સા સંસ્થા રજીસ્ટ્રેશન અને નિયમન અધિનિયમ-2021 પુન: અધિનિયમિત કરવાનું વિધેયક નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગૃહ માં રજૂ કર્યું હતું.
નાયબ મુખ્ય મંત્રીએ જણાવ્યું કે રજુ કરેલ ક્લિનિકલ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટથી રાજ્યની તમામ ચાલુ તથા નવી શરૂ થનાર હોસ્પિટલ, નર્સિંગ હોમ, લેબોરેટરી વગેરેનું રજીસ્ટ્રેશન ફરજીયાત થશે જેથી આરોગ્ય સંલગ્ન તમામ એકમો લેબોરેટરી હોસ્પિટલો વગેરેની માહિતી સરકારને તથા સામાન્ય જનતાને મળી રહેશે
આરોગ્ય સેવાઓ રાજ્ય સરકારનો વિષય હોઇ દરેક રાજ્યોએ પોતાની રીતે તેમાં જરૂરી સુધારા-વધારા સાથે આ કાયદાને અમલમાં લાવવાનો રહે છે. ગુજરાતે પણ આ વિષયમાં હવે આગળ વધવા નિર્ણય કરેલો છે.
નાયબ મુખ્યમંત્રી જણાવ્યું કે રાજ્યમાં ખાનગી આરોગ્ય સેવાઓનો વ્યાપ્ત વધારે હોવાથી તેમાં પણ દર્દીઓને ઉમદા કક્ષાની આરોગ્ય સેવાઓ મળે તે અનિવાર્ય છે. વખતો વખત ખાનગી હોસ્પિટલો દ્વારા ઊતરતી કક્ષાની આરોગ્ય સેવા, બોગસ-ડીગ્રી વગરના ડોકટરો, નિયત કરતા વધુ રકમ વસુલ્યા અંગેની ફરિયાદ બાબતોનું નિરાકરણ લાવવા માટે આ સરકાર વિધેયક લાવી દર્દીઓના હિત માટે આ સંવેદનશીલ નિર્ણય કરેલ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.