આજે માણસા તાલુકાના ઇટાદરા ગામે સંતોકબા કાળીદાસ પટેલ બાલમંદિર અને હીરાબેન શાંતિલાલ પટેલ પ્રિ-પ્રાઇમરી ઇંગ્લીશ મીડીયમ નું લોકર્પણ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યારે સ્ટેજ પરથી નીતિન પટેલે એવા નિવેદનો આપ્યાં કે ત્યાં હાજર રહેલા લોકો હસી પડ્યા હતા. તેમણે માણસાના પાયલી સમાજ અને રુપિયા સમાજ વિશે વાત કરી હતી. સાથે જ મસ્તી કરતા કહ્યું કે ,આ તો બધાને થોડી ગમ્મત કરાવું..
https://www.facebook.com/AsmitaNews/photos/a.342339899843644/1064207370990223
નાયબ મુખ્યમંત્રી સંબોધનમાં કહ્યું, કે આપણી બે વાડીઓ અહીંયા છે.પાયલી સમાજ અને રુપિયો સમાજ અમારા બે સમાજ છે. આખા ગુજરાતમાં બધાને ખબર છે. મોદી સાહેબ ને બધાને ખબર છે. પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં કેશુબાપા અને નરેન્દ્ર ભાઈ પણ પૂછતા હતા કે પાયલી વાળા કે રૂપિયાવાળા. એટલી બધી ખેંચાખેંચી હતી હવે તમે સવા રુપિયો ઉપયોગ કરી દીધો છે.તેથી મને આનંદ થાય છે. હવે બધા એક થવાની જરૂર છે. બધા ભેગા થઈને કહેજો તો હું પક્ષમાં કહીશ બધા ભેગા થયા છે.
સાથે જણાવતાં કહ્યું કે, કેશુભાઈનાં સમયે ગોકુળીયું ગામ યોજના હતી. પછી શું થયું એ બધાને ખબર છે. કેશુભાઈની સરકાર ગઈ અને પછી યોજના પણ ગઈ .
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.