ગાંધીનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દિલ ખોલીને આજે બોલ્યા હતા. નીતિન પટેલે આ કાર્યક્રમમાં ચૂંટણીમાં ઘેરાઈ ગયો અને લોકો હરાવવાના પ્રયાસ કરતા હતા તેમ જણાવ્યું હતું. સાથે જ તેઓએ કહ્યું કે, ગુજરાતીઓ અમેરિકા પહોંચ્યા પણ સચિવાલય નથી પહોંચ્યા. બાળકોને એવા ભણાવો કે તે આઈએએસ, આઈપીએસ બની શકે.
જાતિવાદ ન હોવાની વાત કરતી સરકારના આજે બે ચહેરા ગાંધીનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. ડે.સીએમ નીતિન પટેલની હાજરીમાં જ સ્વામી સચ્ચિદાનંદે કહ્યું કે, મેં જ ચૌધરીઓને ઓબીસીમાં જવાનું કહ્યું હતું. અને આજે તેનું પરિણામ જોવા મળી રહ્યું છે. આજે સરકારી નોકરીઓમાં ચૌધરી જોવા મળે છે. DySP, PI, PSI બધી પોસ્ટ પર ચૌધરીઓ દેખાય છે. OBCનો લાભ મળ્યો હોય એવું દેખાય છે
તો સ્વામી સચ્ચિદાનંદની વાતમાં હાજરી પૂરાવતાં ડે. સીએમ નીતિન પટેલે કહ્યું કે, મને ચૂંટણીમાં હરાવવાના ઘણા પ્રયાસો થયા હતા. બીજી ચૂંટણીમાં હું ઘેરાયો હતો. પણ મારામાં ચૌધરી સમાજના મત વધારે છે. આ સાથે તેઓએ કહ્યું કે, ગુજરાતમાં મોટેભાગે આઈએએસ, આઈપીએસ ગુજરાત બહારના હોય છે. એવું ભણો કે સચિવાલયમાં પણ નેમ પ્લેટ ગુજરાતીઓની હોય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.