નીતિન પટેલ એ માહિતી આપતા જણાવ્યું કે, તબીબીઓના સ્ટાઈપેન્ડ વધારીને 18હજાર કરવામાં આવ્યા

ડોક્ટર્સના સ્ટાઈપેન્ડના વધારા મુદ્દે નીતિન પટેલે માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, તબીબોના સ્ટાઈપેન્ડ વધારી 18 હજાર કરવામાં આવ્યુ છે. તબીબોની માગ હતી કે, અમારૂ સ્ટાઈપેન્ડ 20 હજાર સુધી કરવામાં આવે. જોકે સરકારે સ્ટાઈપેન્ડ 12 હજાર 800થી વધારી 18 હજાર જેટલું કર્યુ.

રાજ્ય સરકારે MBBSના ઈન્ટર્ન તબીબોના સ્ટાઈપેન્ડમાં વધારો કર્યો છે. જે સ્ટાઈપેન્ડ 12 હજાર 800 હતુ કે વધારી 18 હજાર કરવામાં આવ્યુ. સ્ટાઈપેન્ડની માગ સાથે તબીબો દ્વારા હડતાળ પાડવામાં આવી હતી.

રાજ્ય કુલ 43 જેટલા સ્થળોએ વેક્સિન રાખવાની વ્યવસ્થા કરાઇ છે. એક કેન્દ્ર પર એક દિવસમાં 100 જેટલા લોકોને વેક્સિન અપાશે. વેક્સિન કેન્દ્રમાં 3 જેટલા રૂમ તૈયાર કરાશે. પ્રથમ તબક્કામાં ખાનગી અને સરકારી હોસ્પિટલના 12 હજાર 696 કર્મીઓને વેક્સિન અપાશે.

ત્રીજા તબક્કામાં 50 વર્ષથી ઉપરની વયના 3.26 લાખ લોકોને વેકસીન અપાશે. જ્યારે કે ચોથા તબક્કામાં 50 વર્ષથી નીચેની વયના વિવિધ બીમારીથી પીડાતાને લોકોને વેક્સિન અપાશે.

રાજ્યમાં લોકોને વેક્સિન આપવા માટે તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી છે. આરોગ્ય વિભાગે રસી આપવા માટે 1 હજાર કેન્દ્રો ઉભા કરવાની તૈયારીઓ આરંભી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.