નીતિન પટેલ ઉપર ચપ્પલ ફેંકવાના બનાવમાં ભાજપના પૂર્વ ચેરમેનની સંડોવણીથી ભાજપમાં સન્નાટો

વડોદરા જિલ્લાના કરજણ ખાતે નાયબ મુખ્યમંત્રી ઉપર ચપ્પલ ફેંકવાના બનાવમાં પોલીસે પકડેલો યુવક ભાજપનો શિનોર તાલુકાનો પૂર્વ ચેરમેન હોવાની વિગતો બહાર આવી છે.

કરજણના કુરાલી ખાતે વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચાર દરમિયાન જાહેર સભા પૂરી થયા બાદ નીતિન પટેલ મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા તે દરમિયાન તેમના ઉપર ચંપલ ફેંકાયુ હતું. જે બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વડોદરા જિલ્લા પોલીસ વડાએ આ બનાવમાં શિનોર ખાતે રહેતા રશ્મીન જશભાઈ પટેલ નામના યુવકની પૂછપરછ કરવામાં આવી હોવાની જાહેરાત કરી છે.તેમણે કહ્યું હતું કે રશ્મિનના મોબાઈલમાં ચપ્પલ ફેકવા બાબતે અમિત પંડ્યા નામના યુવક સાથે વાતચીતની સંદીગ્ધ ઓડિયો ક્લિપ મળી આવી છે. જેની વધુ તપાસ ચાલી રહી છે.

જોકે પોલીસ દ્વારા પકડાયેલો રશ્મિન પટેલ વર્ષ 2010માં શિનોર તાલુકા પંચાયતમાં ભાજપની સીટ ઉપર ચૂંટાયો હતો અને ત્યારબાદ અઢી વર્ષના ગાળા માટે શિનોર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે પણ રહ્યો હોવાની વિગતો બહાર આવતા કોંગ્રેસ પણ આક્ષેપો કરી રહેલા ભાજપના આગેવાનો ની બોલતી બંધ થઈ ગઈ છે અને ભાજપની લોબીમાં સન્નાટો છવાયો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.