આજે બ્રહ્મ સમાજની સમિટમાં નીતિન પટેલ હાજર રહ્યા હતા, અને ત્યાં નીતિન પટેલે અસિત વોરા પર હળવો મજાક કર્યો છે. રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે ગૌણ સેવાની પરીક્ષા વિવાદ મામલે મજાકમાં મૌન તોડયું છે. ડેપ્યૂટી સીએમ નીતિનભાઈએ પાક્કી મેહોણાવાળી ગમ્મત કરીને અસિત વોરાને આડે હાથ લીધા હોય તેવું જણાતું હતું.
રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે જણાવ્યુ હતું કે હમણાં હમણાં અસિત વોરા વધારે ચર્ચામાં છે. ઘણીવાર અમે પડદા પાછળ રહી જઇએ છીએ. ક્યારેક અસિત વોરા આગળ હોય અને સરકાર પાછળ હોય છે. અસિત વોરાના સમયમાં ઘણી બધી ભરતી થઇ છે. ક્યાં કોની ભરતી કરી છે તે અમે પુછતા નથી. ત્યારે તેમણે ગમ્મતભર્યા સ્વરમાં જણાવ્યું કે, અસીત વોરાએ બધું સારુ જ કર્યું હશે તેવી આશા છે. અસીત વોરા ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન છે. પેપર લીક થતા ગૌણ સેવા મંડળ વિવાદમાં આવ્યું છે. પેપર લીક થતા ગૌણ સેવાની પરીક્ષા રદ કરવી પડી છે.
નીતિન પટેલે પત્રકારોને પણ સંબોધન કરતા કહ્યું કે, આજ જે હું બોલું છું એ બધુ ગમ્મતમાં ગણજો, કાંઇ વાત ઉપાડી ના લેતા પાછા. આ સાથે જ વધુમાં જણાવ્યું કે, છેલ્લા 5 વર્ષમાં આપણી ભાજપ સરકારે 4.25 કર્મચારીઓની ભરતી કરી છે. અસિતભાઇએ આટલા લોકો પૈકી કેટલાય લોકોની ભરતી કરી છે આપણે લીસ્ટ જોઇએ તો ખબર પડે. પણ આપણને વિશ્વાસ છે કે એમનો ધર્મ એમણે બજાવ્યો હશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.