નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે નીતિશ કટારા હત્યાકાંડમાં 17 વર્ષથી જેલમાં બંધ વિકાસ યાદને પેરોલ આપવાનો ઈન્કાર કરી દીધો છે. વિકાસે જેલથી ચાર સપ્તાહની રજા માટે અરજી કરીહતી. તે સમાજવાદી પક્ષના ભૂતપુર્વ સાંસદ ડીપી યાદવના દિકરા છે. આ કેસમાં સુનવણી કરતા ચીફ જસ્ટીસ (CJI) રંજન ગોગોઈએ કહ્યું હતું કે અદાલતે તમને 25 વર્ષની સજા સંભળાવીછે, તેને પૂરી કરો. બિઝનેસ એક્ઝિક્યુટીવ નીતિશની વર્ષ 2002માં હત્યા કરવામાં આવી હતી. તેનો મૃતદેહ ગાઝીયાબાદ પાસેથી મળી આવ્યો હતો.
દિલ્હી હાઈકોર્ટે આ કેસમાં વિકાસ યાદવ, તેના પિતરાઈ ભાઈ વિશાલ યાદને 25-25 વર્ષ તથા સુખદેવ પહલવાનને 20 વર્ષની સજા સંભળાવી હતી. હાઈકોર્ટે વર્ષ 2014માં નીચલીઅદાલતના એ ચૂકાદાને યથાવત રાખ્યો હતો કે જેમાં આ અપરાધને ખોટી પ્રતિષ્ઠા માટે થઈ આ હત્યા કરી હોવાનું કહ્યું હતું. વિકાસે હાઈકોર્ટના ચૂકાદાને કાયદાકીય રીતે પણ સુપ્રીમકોર્ટમાં પડકારી હતી.સુપ્રીમે આ અરજીને નકારી દીધી હતી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.