નીતીશ કુમારને આંખ દેખાડનારા પ્રશાંત કિશોરને JDUમાંથી થઈ શકે બહાર

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથે વિવાદ બાદ જેડીયુ ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરની પાર્ટીમાંથી છુટ્ટી લગભગ નક્કી મનાય રહી છે. મંગળવારના રોજ બંનેની વચ્ચે સાર્વજનિક આરોપ-પ્રત્યારોપમાં જ્યાં એકબાજુ નીતીશકુમારે કહ્યું કે પ્રશાંત કયાંય પણ જવા માટે આઝાદ છે તો પ્રશાંત કિશોરે પણ નીતીશ પર પલટલાર કરતાં કહ્યું કે તેમને જુઠ્ઠા ગણાવ્યા. ત્યારબાદ પાર્ટીના વરિષ્ઠ નેતા અજય આલોકે પણ પ્રશાંત કિશોરની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉઠાવતા તેમણે ‘કોરોના વાયરસ’ ગણાવી દીધા.

આ બધુ ત્યારે શરૂ થયુ જ્યારે નીતીશ કુમારે મંગળવારના રોજ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે મને કોઇ સમસ્યા નથી કે જો તેઓ (કિશોર) પાર્ટી છોડવા માંગે પરંતુ જો તેઓ પાર્ટીમાં રહેવા માંગે છે તો તેમણે પાર્ટીના બેઝિક સ્ટ્રકચરનું પાલન કરવું પડશે. રહેશે તો ઠીક, ના રહે તો પણ ઠીક.

નીતીશ કુમારનું પ્રશાંત કિશોર પર નિશાન

નીતીશ કુમારે આગળ જેડીયુ મહાસચિવ પવન વર્માને લઇ કહ્યું કે કોઇએ પત્ર લખ્યો અને મેં તેના પર પ્રતિક્રિયા આપી. કોઇ ટ્વીટ કરી રહ્યું છે તો તેને ટ્વીટ જ કરવા દો. હું તેમાં શું કરી શકું છું? લોકો ત્યાં સુધી પાર્ટીમાં રહી શકે છે જ્યાં સુધી તેઓ રહેવા માંગે છે. ત્યારબાદ તેઓ કયાંય પણ જવા માટે ફ્રી છે.

‘કયાંય પણ જવા માટે આઝાદ છે પ્રશાંત કિશોર’

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું હતું કે તેમણે (પ્રશાંત કિશોર) પાર્ટીમાં સામેલ કરવાનો નિર્ણય તેમણે ભાજપના તત્કાલીન અધ્યક્ષ અમિત શાહના કહેવા પર કર્યું હતું. નીતીશે કહ્યું કે અમિત શાહ જી એ મને તેમને (પ્રશાંત કિશોર) પાર્ટીમાં લેવા માટે કહ્યું પરંતુ તેઓ બીજા લોકો માટે રણનીતિકાર તરીકે કામ કરે છે. અત્યારે તેઓ આમ આદમી પાર્ટી માટે કામ કરી રહ્યા છે. કદાચ તેઓ ત્યાં જવાની મહત્વકાંક્ષા ધરાવે છે. તેઓ ગમે ત્યાં જવા માટે સ્વતંત્ર છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.