દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા બિહારના CM નિતિશ કુમારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે રાજધાનીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની વકાલત કરતા કહ્યું, જેમ અમે બિહાર માટે વિશેષ રાજ્યનો દરજ્જો માંગીએ છીએ, તેવી જ રીતે દિલ્હી માટે પણ પૂર્ણ રાજ્યનો દરજ્જો ચાહું છું. કહેવામાં આવી રહ્યું છે કે, તેમના આ નિવેદનથી ભાજપાને ખોટું લાગી શકે છે.
દિલ્હીમાં પણ લાગૂ થાય દારુબંધીઃ
તેમણે દિલ્હીમાં દારુબંધીની વકાલત કરી. તેમણે કહ્યું, તે ખોટી વસ્તુ છે. માટે તેને દિલ્હીમાં પણ બંધ કરી દેવું જોઈએ. અમે બિહારને આત્મસમ્માન પાછું આપીને કાયદા વ્યવસ્થાને વધારે મજબૂત બનાવી છે.
દેશની રાજધાની દિલ્હીમાં ભાજપાની સહયોગી પાર્ટી જનતા દળ યુનાઈટેડ(JDU)ના એક કાર્યક્રમમાં નિતિશ કુમારે હાજરી આપી હતી. તેમણે ત્યાં કહ્યું કે, તેમની પાર્ટી હંમેશાથી દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરવાની પક્ષમાં રહી છે. દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળવો જોઈએ. અને અમે તો આ માંગની પક્ષમાં શરૂઆતથી જ છે. જેમ અમે બિહારને વિશેષ રાજ્ય બનાવવાની માંગ કરીએ છે.
દિલ્હીમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. એવામાં નિતિશનું આ નિવેદન ભાજપાને નારાજ કરી શકે છે. કારણ કે, અરવિંદ કેજરીવાલ પૂર્ણ રાજ્યની માંગ લાંબા સમયથી કરી રહ્યા છે. તે આને ચૂંટણીનો મુદ્દો પણ બનાવી ચૂક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.