બોલિવુડ વેટરન એક્ટ્રેસ નીતૂ કપૂરની તેના દિકરા સાથે ખુબ સારી બોન્ડીંગ છે. નીતૂ કપૂરની દિકરી રિદ્ધિમા કપૂર સાહની હંમેશા તેની માતા અને ભાઇની ફોટોઝ સોશિયલ મીડિયા પર શેયર કરતી રહેતી હોય છે. ત્યારે હવે નીતૂ કપૂર રણબીર કપૂરના ગીત પર ડાન્સ કરતી જોવા મળી અને તેમનો આ વિડીયો વાયરલ થઇ ગયો છે.
સોશિયલ મીડિયા પર માસ્ટરજીના નામથી જાણનાર કોરિયોગ્રાફર રાજેન્દ્ર સિંહે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેયર કર્યો છે. જેમાં નીતૂ કપૂર દિકરા રણબીર કપૂરની ફિલ્મ યે જવાની હૈ દીવાનીનું ગીત ઘાઘરા પર ડાન્સ રિહર્સલ કરી રહી છે.
જાણવી દઇએ કે કે ફિલ્મમાં આ ગીત રણબીર કપૂર અને માધુરી સાથે દર્શાવાયું હતું. નીતૂ કપૂરના આ ડાન્સ રિહર્સલના વીડિયો વાયરલ થયા પછી ફેન્સે રાણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન અંગે પ્રશ્નોનો વરસાદ કર્યો , ફેન્સે પુછ્યું કે શું આ રણબીર અને આલિયાના લગ્નનું રિહર્સલ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.