હાથીજણના નિત્યાનંદ આશ્રમની સંચાલિકા હરિણી ચેલ્લાપ્પન ઉર્ફે માં નિથ્યા પ્રાણપ્રિયાનંદા અને રિધી રવિકિરણ ઉર્ફે માં નિથ્યા પ્રિયાતત્વાંધાની ધરપકડના પાંચ દિવસ બાદ સીટે કબજે કરેલા ડિજિટલ લોકરનો પાસવર્ડ આરોપીઓ દ્વારા ન આપતા લોકરને FSLમાં મોકલ્યું હતું.
જો કે, ડિજિટલ લોકરને ખોલવામાં FSLના સફળતા નહીં મળતા સીટે વિડીયોગ્રાફી પંચોની હાજરીમાં કરીને લોકરને ગેસ કટરથી કાપતાં લોકરમાંથી રૃ.૧૧૯૬ રોકડા, જવેલરી, છ મોબાઈલ પાવર બેક અને જીઓનું રાઉટર મળી આવ્યું હતું. સીટે ઈલેકટ્રોનીકસ વસ્તુઓ તપાસ માટે હ્લજીન્માં મોકલી આપી છે. આશ્રમમાંથી અપહરણ કરવામાં આવેલી બે યુવતીઓ અંગે સીટને કોઈ કડી મળી શકી નથી.
સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે આશ્રમમાંથી મેળવેલા ૪૩ ટેબ્લેટ, ૧૪ લેપટોપ, ૪ મોબાઈલ, ૩ પેનડ્રાઈવ, ૩ સીપીયુ, એક ડીવીઆર સહિતની ઈલેકટ્રોનિકસ વસ્તુઓ FSLમાં તપાસ માટે મોકલ્યા હોવા છતા તેની કોઈ વિગતો બહાર આવી શકી નથી. આશ્રમની સંચાલિકા હરિણી ચેલ્લાપ્પન ઉર્ફે માં નિથ્યા પ્રાણપ્રિયાનંદા અને રિધી રવિકિરણ ઉર્ફે માં નિથ્યા પ્રિયાતત્વાંધાનીના પાંચ દિવસના રિમાન્ડ આવતીકાલ પુરા થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.