નિત્યાનંદની સાધ્વીઓએ ખોટા પાસવર્ડ આપી ડિજિટલ લોકરને લોક કરી દીધું, હવે ગેસ કટરથી કપાશે

નિત્યાનંદ આશ્રમમાં ગોંધી રાખેલા બાળકો સાથે કોઈ શારીરિક છેડછાડ થઈ છે કે નહી તે મેડિકલ ચેક અપ પરથી સ્પષ્ટ થાય તેમ હોવા છંતા પણ પોલીસ અને ચાઈલ્ડ વેલ્ફેર કમિટીએ પાંચ દિવસ વિત્યા છતાં પણ હજુ સુધી ચાર પીડિત બાળકોના મેડિકલ ચેકઅપ કરાવ્યા નથી.

ચાઈલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા બાળકોના નિવેદનમાં બાદ એવું લાગે તો મેડિકલ થાય તેમ જણાવી રહી છે. બીજી તરફ પોલીસ દ્વારા જર્નાદન શર્માના બે બાળકોનું કાયદાકીય રીતે મેડિકલ કરાવવું જરૂરી ન હોવાનું કહી હાથ અધ્ધર કરી દીધા છે.

આમ, નિત્યાનંદ આશ્રમમાં બાળકો સાથે કોઈ શારીરિક છેડછાડ થઈ કે નહી તે ગુનો શોધવામાં કોઈને રસ ન હોવાનું સ્પષ્ટ થયું છે. જૂવેનાઈલ જસ્ટીસ એક્ટની પ્રોસીજર મુજબ કોઈપણ વ્યક્તિની કસ્ટડીમાં રહેલા બાળકોને મુક્ત કરાવવામાં આવે તો પહેલા તે બાળકોનું મેડિકલ ચેક અપ કરાવવાનું જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.