અમદાવાદ નિત્યાનંદ આશ્રમ મામલે પોલીસ તપાસ તેજ કરી દીધી છે. પોલીસે નિત્યાનંદની માહિતી મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે. ગુજરાત પોલીસ તમિલનાડુ અને કર્ણાટક પોલીસના સંપર્કમાં છે. નિત્યાનંદ હાલ વિદેશમાં હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા આશ્રમના સંચાલકોને આશ્રમ ન છોડવા આદેશ આપવામાં આવ્યો છે. ત્યાં જ આશ્રમના 2 સંચાલકોની આ મામલે ધરપકડ થઈ શકે છે.
દક્ષિણ ભારતના વિવાદાસ્પદ આધ્યાત્મ ગુરુ સ્વામી નિત્યાનંદનો અમદાવાદ શહેરની અડીને આવેલા હિરાપુરમાં નવો બનેલો આશ્રમ વિવાદમાં છે. અમદાવાદ શહેરના હાથિજણ નજીકના હિરાપુર ગામની સીમમાં ડીપીએસ સ્કૂલના કેમ્પસમાં 10 મહિના પહેલાં જ શરૂ થયેલો સ્વામી નિત્યાનંદનો યોગીની સર્વાજ્ઞપીઠમ આશ્રામ વિવાદમાં આવ્યો છે. આ વિવાદોમા ડીપીએસ સ્કૂલની સાંઠગાંઠ હોવાનુ પણ સામે આવ્યું છે. નિત્યાનંદ આશ્રમમાં થતા ગોરખધંધાનું કનેક્શન ડીપીએસ સ્કૂલ સાથે હોવાના પુરાવા મળી રહ્યાં છે.
ડીપીએસ સ્કૂલનો વિવાદ સામે આવતા જ DEO કચેરીના અધિકારીઓએ DPS સ્કૂલમાં ધામા નાંખ્યા છે. DEO કચેરીની તપાસમાં ખુલાસો થયો કે, આશ્રમને કેલોરેક્સ ગ્રુપે જગ્યા લીઝ પર આપી હતી. હાલ ડીપીએસ સ્કૂલ પાસેથી ડીઇઓના અધિકારીઓએ સ્થળનો નકશો માંગ્યો છે. ત્યારે તેને જોયા બાદ જ આગળની કાર્યવાહી હાથ ધરાશે. અને જો આજ સાંજ સુધીમાં તમામ દસ્તાવેજો શાળા દ્વારા રજૂ કરવામાં નહિ આવે તો ડીઇઓ સ્કૂલને નોટિસ ફટકારશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.