નિયમોના ચીંથરેહાલ, સુરત મનપાના અધિકારીઓએ ઓફિસમાં જ જમાવી દારૂની મહેફિલ

કોરોનાની મહામારી વચ્ચે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ ચાલુ ફરજ દરમ્યાન શરાબ મહેફીલ માણતા હોવાનો વિડિયો વાઇરલ થયા બાદ બે કર્મચારીને સસ્પેન્ડ કરી દેવાયા છે.

સુરત મહાનગર પાલિકાના ઉધના ઝોનમાં ફરજ બજાવતા બે કર્મચારી વિરેન્દ્રસિંહ સુંદરસિંહ ઠાકોર તથા વિશાલભાઈ શૈલેષકુમાર મુન્શી બંને ચાલુ ફરજ દરમ્યાન અને પાલિકાના યુનિફોર્મમાં જ ઓફિસમાં બેસીને દારૂની મહેફીલ માણી રહ્યા હોવાની વિડિયો વાઇરલ થયો હતો. આ વીડિયોના પગલે પાલિકા દ્વારા બંને કર્મચારી વિરૂદ્ધ એક્શન લેવાનું શરૂ કર્યું છે.

બંને કર્મચારીઓની આવી ગંભીર પ્રકારની ગેરશિસ્ત અને ગેરવર્તણુંક મહાનગરપાલિકાનાં વહીવટી હિતમાં ચલાવી શકાય તેમ ન હોય, શિસ્ત અને વર્તણુંકની બાબતો ધ્યાને લેતા મજુકર કર્મચારીઓને તાત્કાલિક અસરથી અમલમાં આવે તે રીતે ફરજ મોકુફી હેઠળ મુકી તેઓ સામે ખાતાકીય તપાસ કરવાનો હુકમ કરવામાં આવેલ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.