રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના આગમન પ્રસંગે શુક્રવારે રાજધાનીમાં સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. કારકેડ માટે રાજભવન સહિત તેઓ જ્યાંથી પસાર થવાના હતા તે તમામ ઝોન હાઈએલર્ટ પર હતા, પરંતુ એક બાઈક સવાર સુરક્ષા ઘેરામાં ઘૂસી જતા તમામ વ્યવસ્થાઓ પર સવાલો ઊભા થઈ ગયા છે. નિયમોના લીરેલીરા ઉડાવનાર આ યુવકે પોતાની બાઈક પર લખ્યું હતું- આ મારા પપ્પાનો રસ્તો છે. આ ઘટનાએ પોલીસથી લઈને રાજધાનીની ટ્રાફિક વ્યવસ્થાને પણ સવાલોના ઘેરામાં લાવી દીધા છે.
રિપોર્ટ અનુસાર, રાષ્ટ્રપતિનો કાફલો રાજભવથી કાંકેના મનાતૂ સ્થિત સીયૂજે કેમ્પસ માટે નીકળવાનો હતો. તેના માત્ર 10 મિનટ પહેલા 4.02 વાગ્યે રણધીર વર્મા ચોક પર સિગ્નલ તોડતો એક બાઈક સવાર ફુલ સ્પીડમાં હાઈ એલર્ટ ઝોન રાજભવનના રસ્તા પર ઘૂસી ગયો. પૂરપાટ ઝડપે બાઈક ચલાવીને સ્ટંટ કરતો આ યુવક સ્પીડમાં આગળ વધ્યો. આ દરમિયાન ત્યાં અફરા-તફરી મચી ગઈ અને ડ્યૂટી પર હાજર પોલીસકર્મી દંગ રહી ગયા હતા.
ઘણા પોલીસકર્મીઓ તેને રોકવા માટે આગળ વધ્યા, પરંતુ બાઈકની સ્પીડ એટલી વધારે હતી કે તેને અટકાવી ના શકાયો. જોકે, ભાગવાના ચક્કરમાં બાઈક સવાર રાજભવન ગેટની પાસે દરભંગા હાઉસના ગેટ પર લાગેલા ટ્રોલી બેરિયરની સાથે અથડાઈને પડી ગયો હતો. ત્યારબાદ પોલીસે બાઈક સવાર યુવકની ધરપકડ કરી લીધી હતી. પકડાઈ ગયા બાદ તેણે પોતાનું નામ ફૈઝાન જણાવ્યું હતું. તે કાંટાટોલી ચોકની પાસે રહે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.