આ ગામમાં સરપંચ પદના ઉમેદવાર જ ન મળ્યા !! જાણો શુ છે ગામનું નામ

ટંકારા તાલુકાના ભૂતકોટડા ગામમાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં અનોખો ઘાટ જોવા મળ્યો છે. સામાન્ય રીતે ગામના સરપંચ બનવા ગ્રામીણ નેતાઓમાં હોડ જામતી હોય છે પરંતુ ભૂતકોટડા ગામમાં સરપંચ પદ માટે એક પણ ઉમેદવાર ન હોવાથી હવે માત્ર સભ્યોની જ ચૂંટણી યોજાશે. વધુમાં આ વખતે ભૂતકોટડા ગામમાં સરપંચ માટે રોટેશન મુજબ એસટી એટલે કે શેડ્યુલ ટ્રાઈબલ કેટેગરી નક્કી કરવામાં આવી હતી પરંતુ શેડ્યુલ ટ્રાઇબલ કેટેગરીમાં એકપણ ઉમેદવાર ન હોય સરપંચ પદ માટે કોઈ ઉમેદવાર જ મેદાનમાં આવ્યા ન નથી.

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ટંકારા તાલુકાના 42 ગ્રામ પંચાયતમાથી સરપંચ માટે 98 ઉમેદવારો નોંધાયા હતા જેમાં ફોમ ચકાસણી ના ટાઈમે 1 ફોમ રદ થયુ હતું અને 31 ઉમેદવારે ગઈકાલે સરપંચ બનવાનું માંડી વાળી ફોમ પરત ખેંચી લીધું હતું. જ્યારે 20 ગામોના સરપંચ અને સભ્યો સામે એકપણ ફોમ નહી આવતા એ ગામડા સમરસ જાહેર થયા હતા. હવે બાકી રહેલા 22 ગામ પંચાયતના સરપંચ માટે 46 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે અને સભ્યો માટે 248 હરીફો ચુંટણી લડી રહ્યાં છે. આજે નિશાનોની ફાળવણી થશે અને મતદારોને રીઝવવા માટે હવેથી પ્રચાર વેગવંતો બનશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.