ઇલિયાના ડીક્રુઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઇન્સ્ટાગ્રામ પર તેના 13.1 મિલિયન ફોલોઅર્સ છે. અભિનેત્રી ઘણી વખત તેના હોટ અને સેક્સી બિકીની ફોટા સાથે ઇન્ટરનેટ પર આગ લગાડવા માટે જાણીતી છે. આવી સ્થિતિમાં, ઇલિયાનાએ અન્ય એક સિઝલિંગ ફોટો શેર કરીને દરેકનું ધ્યાન ખેંચ્યું છે.
સામે આવેલા નવા ફોટાના કારણે ઇલિયાના ડીક્રુઝના ચાહકો વધુ દીવાના થયા છે. તમને જણાવી દઈએ કે આ ઈલિયાનાની જૂની તસવીર છે જે તેણે હવે શેર કરી છે. આ થ્રોબેક સ્નેપમાં અભિનેત્રી પ્રિન્ટેડ બિકીનીમાં સનબાથ કરતી જોવા મળે છે. ઇલિયાનાએ નો મેકઅપ વાળો લૂક આપ્યો અને સ્લિક પેડેન્ટ પણ બતાવ્યું હતું.
ઇલિયાના ડીક્રુઝે બિકીની ઇમોજી અને સન ઇમોજી સાથે પોતાની પોસ્ટને કેપ્શન આપ્યું અને લખ્યું- ‘ફરી તડકાના દિવસોની શોધમાં.’ આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા, નરગીસ ફખરીએ કોમેન્ટ સેક્શનમાં લવસ્ટ્રેક અને હાર્ટ ઇમોજી બનાવ્યું હતું. વીજે મારિયા ગોરેટ્ટીએ લખ્યું- ‘આજે #Internationalpeaceday પર હું માત્ર એટલું જ કહેવા માંગુ છું, તમે ટુ પીસમાં અદભૂત દેખાઓ છો.’
https://www.instagram.com/p/CSkLuAusKPW/?utm_source=ig_embed&ig_rid=da3878af-a422-4c4f-8583-ffdbafd37ee6
તાજેતરમાં ઈલિયાના ડીક્રુઝ છેલ્લે અભિષેક બચ્ચન અભિનીત ફિલ્મ ‘ધ બિગ બુલ’માં જોવા મળી હતી જે સ્ટોક બ્રોકર હર્ષદ મહેતાના જીવન પર આધારિત હતી. તે ટૂંક સમયમાં ‘અનફેયર એન્ડ લવલી’માં રણદીપ હુડાની સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.