આ બે બેંક માંથી હવે 15000 થી વધુ રકમ નહિ ઉપડે,RBI એ લગાવ્યો પ્રતિબંધ..

RBIએ બે મોટી બેંકો પર દંડ ફટકાર્યા બાદ હવે એક બેંકમાંથી પૈસા ઉપાડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અને આ અંતર્ગત હવે મુંબઈ સ્થિત રાયગઢ કો-ઓપરેટિવ બેંકના ગ્રાહકો 15,000 રૂપિયાથી વધુ ઉપાડી શકશે નહીં. બેંકની કથળતી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય બેંકે આ પગલું ભર્યું છે અને હજુ 10 દિવસ પહેલાં જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ અન્ય 4 બેંકો પર પણ પ્રતિબંધ મુક્યા હતા.

રાયગઢ કો-ઓપરેટિવ બેંકના ગ્રાહકો માટે કેન્દ્રીય બેંક દ્વારા 15,000 રૂપિયાની ઉપાડ મર્યાદા લાદવામાં આવી છે અને આ સખત પગલાં પછી, સહકારી બેંક રિઝર્વ બેંકની પૂર્વ મંજૂરી વિના લોન આપી શકશે નહીં, કોઈ રોકાણ કરી શકશે નહીં અને નવી થાપણો સ્વીકારી શકશે નહી.

રિઝર્વ બેંક દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બેંકના ગ્રાહકો તેમના બચત અને ચાલુ ખાતામાંથી 15,000 રૂપિયાથી વધુ ઉપાડી શકશે નહીં. બેંક પરના આ નિયંત્રણો છ મહિના માટે લાગુ રહેશે. રિઝર્વ બેંકે સ્પષ્ટતા કરી છે કે રાયગઢ કો-ઓપરેટિવ બેંકને આપવામાં આવેલી સૂચનાઓનો અર્થ બેંકિંગ લાયસન્સ રદ કરવાનો નથી.

અગાઉ, રિઝર્વ બેંકે નિયમોનું પાલન ન કરવા બદલ બે મોટી બેંકો પર દંડ લગાવ્યો હતો અને RBI દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે કોટક મહિન્દ્રા બેંક અને ઈન્ડસઈન્ડ બેંકને નિયમનકારી અનુપાલનનું પાલન ન કરવા બદલ એક-એક કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ પહેલાં એટલે કે 8 જુલાઇએ રિઝર્વ બેકં ઓફ ઇન્ડિયાએ 4 બેંકો પર આવો કડક પ્રતિબંધ મુક્યો હતો. RBIએ રામગઢિયા કો-ઓપરેટિવ બેંક, નવી દિલ્હી,સાહેબરાવ દેશમુખ કો-ઓપરેટિવ બેંક, મુંબઈ, સાંગલી કો-ઓપરેટિવ બેંક, મુંબઈ,અને શારદા મહિલા સહકારી બેંક લિ., તુમકુર, કર્ણાટક આ નિયંત્રણો બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 હેઠળ લાગુ કરવામાં આવ્યા છે

રિઝર્વ બેંકના આદેશ મુજબ પ્રતિબંધ શુક્રવાર એટલે કે 8 જુલાઈ, 2022 પછી અમલમાં આવી ગયા હતા. RBIએ આ સંદર્ભમાં નોટિસ જારી કરીને કહ્યું છે કે પૂર્વ મંજૂરી વિના આ ચાર બેંકો કોઈ લોન આપી શકશે નહીં કે રિન્યૂ કરી શકશે નહીં અને આ ઉપરાંત, રોકાણ અથવા નવી થાપણો સ્વીકારી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.