ફિટનેસ માટે જીમમાં જવું જરૂરી નથી : સદાનંદ શેટ્ટી

મિસ ઈન્ડિયા 2022નો ખિતાબ જીતનાર સિની સદાનંદ શેટ્ટી જેટલી સુંદર છે એટલી જ સ્પષ્ટવક્તા પણ છે અને અહીં પહોંચ્યા સુધીથી લઈને બ્યુટી અને અંગત જીવન વિશે સિનીએ દૈનિક ભાસ્કર સાથેની ખાસ મુલાકાતમાં ઘણી વાતો શેર કરી આવો જાણીએ શું કહ્યું સિની શેટ્ટીએ..

મને પહેલા લાગતું હતું કે સુંદરતા જ મોડલ બનાવે છે પરંતુ જ્યારે હું મોડલિંગ ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારે લોકોને જોયા અને તે સમયે મને લાગ્યું કે તે ખોટી વાત છે. તમારું વ્યક્તિત્વ જે હોય છે, કેમેરાની સામે તમારો પ્રભાવ જે હોય છે, તમે તમારી જાતને કેમેરા સામે કેવી રીતે રજૂ કરો છો.

જ્યારે હું મોડલિંગ ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારે તે મારું પહેલું શૂટ હતું. તે સમયે હું સીધી કેમેરાની સામે ઉભી થઇ ગઈ હતી, કારણ કે ત્યાં મને કંઈ આવડતું જ ન હતું. પોઝ કેવી રીતે આપવા એ પણ મને નહોતું આવડતું. મારે આ બધું શીખવું પડ્યું અને જ્યારે બાકીની મૉડલને તે કૅમેરાની સામે ઓરા આપીને પોઝ જોઈ ત્યારે મેં જોયું કે તેની સુંદરતા ત્યારે નિખરી હતી.

સુંદરતા આપણા વ્યક્તિત્વ પર રહેલી છે અને જ્યારે તમે ચાલી ને આવો છો, ત્યારે તમે જે ઓરા લઈને આવો છો, તમે જે પ્રેઝન્ટ થાવ છો. પ્રેઝન્ટેબલ થવાનો અર્થ એ નથી કે તમે સવારે ઉઠો, મેકઅપ કરો અને સારા કપડા પહેરીને આવો. પ્રેઝન્ટેબલ એટલે કે તમે તમારી જાતને કેવી રીતે સંતુલિત રાખો છો, તમે તમારા સમગ્ર દિવસ દરમિયાન તમારુ બેલેન્સ કેવી રીતે જાળવી રાખો છો, તમે જીવનમાં કેવી રીતે સેટ રહો છો. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ફિટનેસ માટે મારે જિમ જવું એટલું જરૂરી નથી, પરંતુ માનસિક રીતે મજબૂત હોવું જરૂરી છે અને હું દરરોજ બે કલાક ડાન્સ ક્લાસમાં જાઉં છું. હું ડાન્સ શીખવાડું છું મારી ફિટનેસ ડાન્સ કોર એક્ટિવિટી કરવાથી થઈ જાય છે. હું અલગ-અલગ સ્ટુડિયોમાં વર્કશોપ લઉં છું અને સ્ટુડિયોમાં પણ શીખવા જાઉં છું અને હું અલગ અલગ ડાંસ શીખું છું, જેવા કે ક્લાસિકલ ડાન્સ, બૉલીવુડ ડાન્સ, ક્યુપૉપ, હિપ પૉપ, કોરિયોગ્રાફી વગેરે. મારા શોખ ડાંસ અને ભોજન છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.