આજે નેશનલ પોલ્યુશન કંટ્રોલ દિવસ (NATIONAL POLLUTION CONTROL DAY) ઉજવાય છે. જો કે શહેરના કેટલાક વિસ્તારો આજે પણ દૂષિત પર્યાવરણ (POLLUTED ENVIRONMENT) વચ્ચે રહેવા મજબૂર છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા છેવાડાના કેટલા ગામડા છેલ્લા ૨૦ થી વધુ વર્ષથી ખારી નદીમાં (KHARI RIVER) છોડાતાં કેમિકલયુક્ત પાણી (CHEMICAL WATER) વચ્ચે જીવન ગુજારી રહ્યા છે.
અનેક રજૂઆત બાદ પણ સ્થિતિમાં કોઈ ફરક આવ્યો નથી. ખારી નદી માં ઠલવાતા દૂષિત પાણીને લઇને સ્થાનિકો સખત દુર્ગંધ વચ્ચે જીવી રહ્યા છે. રોકડા , ગામડી સહિત આસપાસનાં ગામોમાં આ સમસ્યાનાં કારણે ગામનાં યુવાનોનાં લગ્ન પણ થતાં ના હોવાની વાતો સામે આવી છે.
કોઇ પરિવાર ગામમાં દીકરી પરણાવવા તૈયાર નથી. ખેતી પણ દૂષિત પાણીથી થવાથી હજારો નાગરિકોનાં જીવ જોખમમાં મૂકાય છે. કેટલાક તત્વો દ્વારા ટેન્કરોની માધ્યમથી ખારી નદીમાં દૂષિત પાણી છોડાય છે. જેથી ગામમાં દુર્ગંધ ફેલાય છે. આ સાથે આંખમાં બળતરા , ચામડી , શ્વાસ અને ફેફસાના રોગો પણ જોવા મળી રહયાં છે.
પીવાનાં પાણીનાં બોરમાંથી પણ લાલ રંગનું પાણી આવે છે.રાત્રિનાં સમયે ઝેરી ગેસ છોડવામાં આવતાં શ્ચાસ લેવામાં ખૂબ મુશ્કેલી પડે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.