અરે બાપ રે.. સરખેજનાં ધરોનાં નળમાંથી પાણી નહીં આ વસ્તુ નીકળી…

શહેરમાં એકતરફ પાણીજન્ય રોગોના કેસોમાં સતત વધી રહ્યાં છે. ડ્રેનેજલાઈનનાં કારણે પીવાનું પાણી ગંદુ આવે છે. પરંતુ શહેરનાં સરખેજ ગામમાં દારુવાળું મિકસ પાણી આવતું હોવાનું આક્ષેપ કરાયો છે. પીવાનાં પાણીની પાઈપ લાઈનમાં દારુનાં સ્મેલ આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જો કે પોલીસનાં કહેવા પ્રમાણે ખ વાહિયાત વાત છે.

ખરેખર ગટરના પાણીની સમસ્યા આ વિસ્તારમાં છે. કોઈ પણ દારુ નથી. તેમ છતાં લોકોની સમસ્યાનાં સમાધાન માટે પાણીનાં સેમ્પલ લઈને મોકલવામાં આવ્યાં છે.

લોકોની ફરિયાદ છે કે દારુની ભઠ્ઠીમાંથી નીકળતો નકામો પદાથઁ પાણીમાં ભેળવાય છે. જેનાં કરાણે દારુવાળું પાણી પીવા લોકો મજબૂર બન્યાં છે.

https://www.youtube.com/watch?v=SfJEaFoUc2w&t=4s

આ અંગે જોન -૦૭ ડીસીપી પ્રેમસુખે જણાવ્યું હતું કે, સરખેજ ગામમાં પાણીની પાઈપલાઈન સાથે ગટરલાઈન ભેગી થઈ ગઈ હોવાથી તેની સ્મેલ આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.