નોબેલ પ્રાઇઝ વિજેતા વિજ્ઞાની લેવિટની આગાહી, ગભરાશો નહીં કોરોના વાઇરસનો ટૂંક સમયમાં જ અંત આવશે

વિશ્વ જ્યારે કોરોના વાયરસ આગામી અઠવાડિયામાં તબાહી મચાવી દેશે તેવા ફફડાટ હેઠળ લોક ડાઉનમાં ઘેર સમય વીતાવી રહ્યા છે ત્યારે અમેરિકા, ઇઝરાયેલ, બ્રિટનના નોબેલ પ્રાઇઝ વિજેતા માઇકલ લેવિટે તેમના બાયોફિઝિસ્ટિ અનુભવ અને ગાણિતિક સંભાવનાઓના આધારે વિશ્વને એવી સાંત્વના આપી છે કે કોરોના વાયરસ હવે તેના વળતા પાણીએ છે અને તેનો પ્રભાવ ઘટતો જશે. લેવિટે જો કે માનવ જગતને ચેતવ્યું હતું કે તેઓએ કોરોનાને હરાવવા શક્યા ત્યાં સુધી આગામી સમયગાળામાં ભીડમાં રહેવાથી દૂર રહેવું પડશે. બે વ્યક્તિ વચ્ચે અંતર રાખવું જરૂરી રહેશે. તેમના કહેવા પ્રમાણે કોરોના એકદમ ઝડપથી કે રાતોરાત નિષ્ક્રીય નહીં બને પણ આપણો પ્રયત્ન તેને હંફાવશે.

લેવિટે વિશ્વના કોરોનાગ્રસ્ત દેશોના દર્દીઓ અને મૃતકોનો એક-એક દિવસનો ડેટા મેળવીને કોરોનાની પ્રકૃતિનો અંદાજ માંડયો છે.

તેમણે છેક જાન્યુઆરી મહિનાથી આજ દિન સુધી આ ગ્રાફ અને ટ્રેન્ડનો અભ્યાસ કર્યો. તેણે ફેબ્રુઆરીના પ્રારંભમાં જ આગાહી કરી હતી કે ચીનમાં 80000 દર્દીઓને અસર થશે અને 3250 દર્દીઓના મૃત્યુ થશે તે સાથે જ ત્યાં કોરોના વિદાય લેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.