IPL ઓક્શનમાં કોઈએ બોલી ન લગાવી હવે IPLની આ ટીમે આટલા કરોડમાં એરન ફિન્ચને ટીમમાં લીધો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022ની શરૂઆત માર્ચના અંતિમ અઠવાડિયા શરૂ થશે. આ વખત લીગમાં ગુજરાત ટાઈટન્સ (GT) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) નવી ટીમ સામેલ થઈ છે. BCCI તરફથી IPL 2022 માટે શેડ્યૂલ જાહેર કરી દેવામાં આવ્યું છે.અને કોલકાતા નાઇટ રાઈડર્સ (KKR)એ IPL 2022 માટે ઓસ્ટ્રેલિયન સીમિત ઓવરના કેપ્ટન એરન ફિન્ચને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. એરન ફિન્ચ ઇંગ્લિશ બેટ્સમેન એલેક્સ હેલ્સની જગ્યા લેશે.

એલેક્સ હેલ્સે બાયો બબલમાં થાકનો સંદર્ભ આપતા ટૂર્નામેન્ટમાંથી હટવાનો નિર્ણય લીધો છે. ICC T20 વર્લ્ડ કપ 2022ના વિજેતા કેપ્ટન એરન ફિન્ચ અત્યાર સુધી 88 T20 ઇન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે જેમાં 2 સદી અને 15 અરધી સદીની મદદથી તેણે 2686 રન બનાવ્યા છે. એરન ફિન્ચ IPL 2022ના મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો હતો.અને ત્યારે તેણે પોતાની બેઝ પ્રાઇઝ 1 કરોડ રૂપિયા રાખી હતી. એરન ફિન્ચ ઓસ્ટ્રેલિયા તરફથી T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન છે.

એરન ફિન્ચે અત્યાર સુધી 87 IPL મેચ રમી છે. આ દરમિયાન તેણે 25.70ની એવરેજથી 2000 રન બનાવ્યા છે જેમાં 14 અરધી સદી સામેલ છે.અને બે વખતની IPL ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઈડર્સ 26 માર્ચના રોજ પોતાના IPL અભિયાનની શરૂઆત કરવા જઈ રહી છે.

પહેલી મેચમાં શ્રેયસ ઐય્યરની કેપ્ટન્સીમાં કોલકાતાની ટીમ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો કરશે.અને આ બંને ટીમો વચ્ચે ગયા વર્ષની IPL સીઝનમાં ફાઇનલ મેચ રમાઈ હતી જેમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીવાળી ચેન્નાઈ સુપર કિંગ્સે બાજી મારીને ચોથી વખત ટાઇટલ પર કબજો કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.