નોડેલ અધિકારીઓને માઈક્રોપ્લાનિંગ બનાવી ચૂંટણી સંબંધિત પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવા સૂચના

આજે કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને ચૂંટણી નોડલ અધિકારીઓની તાલીમ બેઠક કલેક્ટર કચેરી, ભુજ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરએ આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણીલક્ષી વિવિધ ૧૯ બાબતોનાં નિમાયેલા નોડલ અધિકારીઓને પૂર્વ તૈયારીઓ સંબંધિત માર્ગદર્શન-સૂચના આપ્યા હતા તેમજ સંલકન અને આયોજન સાથે સહયોગથી ચૂંટણી યોજાય તે માટે સજ્જતા કેળવવા જણાવ્યું હતુ.

ચૂંટણીમાં ભાગ લેનારા સ્ટાફ માટે ઈવીએમ/વીવીપેટ મેનેજમેન્ટ,સ્વીપ, સંગ્રહ અને પરિવહન, મટીરીયલ મેનેજમેન્ટ, ખર્ચ અને આદર્શ આચારસંહિતા, કાયદો અને વ્યવસ્થા, બેલેટ પેપર, મીડિયા સંબંધિત વ્યવસ્થાઓ, કમ્પ્યુટરાઈઝેશન, વોટર હેલ્પલાઈન, મતદાર અને મતદાન જાગૃતિ સંબંધી પ્રવૃતિઓ સહિતની બાબતોનાં નોડલ અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરતા સમય મર્યાદામાં તમામ પૂર્વ તૈયારીઓ અને આયોજન સુચારૂપણે પૂર્ણ થઈ જાય તે સુનિશ્ચિત કરવા અંગે સૌની સાથે ચર્ચા કરી હતી.
ચૂંટણી કામગીરી સાથે સંકળાએલા તમામ તણાવ મુકત અને સરળતાથી પોતાની કામગીરી કરી શકે તે માટે આયોજનપૂર્વક સંબંધિત દરેકે પોતાની કામગીરી કરવા અને જરૂર પડે તો તેમનો તેમજ નાયબ જિલ્લા ચુંટણી અધિકારીનો સર્વ નોડલ અધિકારીઓ સીધો સંપર્ક કરી શકે છે તેમ જણાવ્યું હતુ.
  જિલ્લા ચૂંટણી અધિકારીએ સમગ્ર જિલ્લામાં મતદારયાદી સંબંધિત કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. મતદારો લોકશાહીના પર્વ ચૂંટણીનો લાભ લઈને,પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જનજાગૃતિ કાર્યકમો યોજવા અને પ્રચાર પ્રસાર કરવાની સૂચના આપી હતી. આ બેઠકમાંબ શ્રમિકોની મતદાન વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી બી.કે.પટેલે સમગ્ર બેઠકનું સંચાલન કરી તમામને ચુંટણીલક્ષી જરૂરી બાબતોથી માહિતગાર કર્યા હતા. ચૂંટણી પંચનાં નિર્દેશ અને સૂચના અનુસાર સખી પોલીંગ બુથ, મતદાન મથકો પર દિવ્યાંગો મતદારો માટેની વ્યવસ્થા, સ્થળાંતરિત મતદારો તેમજ ચૂંટણી કામગીરીમાં જોડાનારા કર્મચારીઓ માટે કરવાની થતી વ્યવસ્થાઓ, ચૂંટણી નિરીક્ષકો માટે કરવાની વ્યવસ્થાઓ સહિતની બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.