યુવાનીમાં ડગ માંડ્યા બાદ યુવાનોમાં જવાનીનો નશો ચઢતો હોય છે અને તેમાં દારુ-ડ્રગ્સ અને છોકરીઓના રવાડે ચઢી જતાં હોય છે. આ વાતનું તાજું ઉદાહરણ રેવ પાર્ટીઓ છે. વધુ એક વાર દારુ-ડ્રગ્સ અને છોકરીઓને સમાવતી રેવ પાર્ટી ઝડપાઈ છે.
યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓએ ફ્લેટમાં ગોઠવી રેવ પાર્ટી
નોઈડાના સેક્ટર-94માં આવેલી હાઉસિંગ સોસાયટીના ફ્લેટમાં પોલીસે મધરાત બાદ દરોડા પાડીને 40 છોકરા-છોકરીઓની અટકાયત કરી હતી. ધરપકડ કરાયેલા છોકરા-છોકરીઓ કથિત રીતે ફ્લેટની અંદર ‘રેવ પાર્ટી’ કરી રહ્યા હતા. આ તમામ એક જાણીતી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે. દરોડા દરમિયાન, પોલીસે ફ્લેટની અંદરથી હરિયાણા બ્રાન્ડની દારૂની બોટલો અને હુક્કા વગેરેનો જંગી જથ્થો જપ્ત કર્યો હતો.
19મા માળેથી ફેંકી દારુની ખાલી બોટલો
19મા માળેથી દારુની બોટલ પડતાં ફૂટ્યો ભાંડો સુપરનોવા સોસાયટીના એક ફ્લેટમાં ભેગા થયેલા આ છોકરા-છોકરીઓ પરવાનગી વગર દારૂની મહેફિલ કરી રહ્યા હતા અને હંગામો મચાવી રહ્યા હતા. પાર્ટીમાં પ્રતિબંધિત શરાબનું સેવન કરવામાં આવી રહ્યું હતું અને તેમાં ઘણી યુવતીઓ પણ સામેલ હતી. ઘટનાને રેવ પાર્ટી જેવી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન, કેટલાક છોકરાઓએ નશાની હાલતમાં 19મા માળેથી દારૂની બોટલ નીચે ફેંકી દીધી હતી, જેનાથી મોટી દુર્ઘટના ટળી હતી. આ અંગે મકાનમાં રહેતા લોકોએ હોબાળો મચાવ્યો હતો અને પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફ્લેટમાં હાજર 40 છોકરા-છોકરીઓની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું કે અટકાયત કરાયેલા તમામ છોકરા-છોકરીઓની ઉંમર 16થી 20 વર્ષની વચ્ચે છે.
વોટ્સએપ પર મેસજ મોકલીને આમંત્રણ
અટકાયત કરાયેલા છોકરા-છોકરીઓની પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે તેમને વોટ્સએપ પર મેસેજ મોકલીને પાર્ટીમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. પ્રવેશ ફી વ્યક્તિ માટે રૂ 500 અને કપલ માટે રૂ 800 હતી. વિદ્યાર્થીઓને મોકલવામાં આવેલ મેસેજ પણ પોલીસને મળ્યો છે. પોલીસે કેસ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.