કોરોના મહામારીના પગલે છેલ્લા કેટલાક મહિનાથી ઓફિસો, ધંધા, રોજગાર સહિતની તમામ વસ્તુઓ ઠ્ઠપ થઈ ગઈ છે. ત્યારે માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેની સૌથી વધુ અસર નોકરીયાત અને મજૂરો પર થઈ છે. કારણ કે નોકરીયાત લોકોને નોકરી પરથી કાઢવામાં આવી રહ્યા છે. તો મજૂરોને પણ યોગ્ય કામ નથી મળી રહ્યું. ત્યારે આ ઘટનાને લઈને રતનતાતા એ ટીપ્પણી કરી હતી અને કર્મચારીઓ પ્રત્યે સંવેદીનશીલ રહેવાની સલાહ આપી હતી.
એક ઇન્ટરવ્યૂ દરમિયાન કોવિડ-19 રોગચાળાને કારણે થતી છટણી અંગે ટાટા જૂથના માર્ગદર્શક રતન ટાટાએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે કોરોના વાયરસના મુશ્કેલ સમયમાં લોકો પ્રત્યે કંપનીઓની જવાબદારી છે. તેમણે યોર સ્ટોરીને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ઉદ્યોગસાહસિકો અને કંપનીઓ માટે લાંબા સમય સુધી કામ કરવા અને સારું પ્રદર્શન કરવા માટે કર્મચારીઓ પ્રત્યે સંવેદનશીલતા સર્વોચ્ચ છે. રોગચાળાના સમયમાં તમે તમારા કર્મચારીઓ સાથે આ રીતે વર્તો છો, શું આ જ છે તમારી નૈતિકતા?
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.