કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશમાં સંસ્થાગત ઢાંચા પર સત્તાપક્ષ તરફથી પૂરી રીતે કબ્જો કરી લેવાનો આરોપ લગાવતા શુક્રવારે કહ્યું કે નિષ્પક્ષ રાજનીતિક મુકાબલો સુનિશ્ચિત કરવા જવાબદાર સંસ્થાઓ અપેક્ષિત સહયોગ નથી આપી રહી.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલે કહ્યું કે નોકરીયોનું સર્જન પર ભાર મુકીશ. તેમણે કહ્યું કે હું ફક્ત વિકાસ કેન્દ્રીત વિચારથી નોકરી કેન્દ્રિત વિચાર તરફ વધીશ. આપણને ગ્રોથની જરુર છે. પરંતુ પ્રોડક્શન, જોબ ક્રિએશન અને વેલ્યૂ એડિશનને આગળ વધારવા માટે બધું જ કરીશું.
વાયનાડ સાંસદે કહ્યું કે હાલની સ્થિતિમાં જો અમારી વૃદ્ધિ જોવો તો અમારો વિકાસ, નોકરી, વેલ્યૂ એડિશન અને પ્રોડક્શનમાં જે સંબંધ હોવો જોઈએ તે નથી. ચીની લોકો વેલ્યૂ એડિશન પર ધ્યાન આપે છે.
અર્થવ્યવસ્થાને ગતિ આપવાના ઉપાય સાથે જોડાયેલા સવાલ પર કોંગ્રેસ નેતાએ કહ્યું કે જો ફક્ત એક જ વિકલ્પ છે કે લોકોના હાથમાં પૈસા આપવામાં આવે. એ માટે અમારી પાસે ન્યાયનો વિચાર છે. કોરોના સંકટ અને લોકડાઉનની અસર પર કોંગ્રેસ નેતાએ કહ્યું કે મે લોકડાઉનની શરુઆતમાં કહ્યુ હતું કતે શક્તિ વિકેન્દ્રીકરણ કરવામાં આવે.
જે સંસ્થાઓને નિષ્પક્ષ રાજનીતિક સરખામણી માટે સહકાર આપવાનો છે તે હવે આવું નથી કરી રહી. તેમણે આરોપ લગાવ્યો કે સત્તાપક્ષ તરફથી સંસ્થાગત ઢાંચા પર સંપૂર્ણ રીતે કબ્જો કરી લીધો છે. આ સાથે તેમણે દાવો કર્યો છે કે સત્તા પક્ષના લોકો મોહભંગ થઈ રહ્યો છે. આ કોંગ્રેસ માટે એક અવસર પણ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.