નોકરિયાત વર્ગ ખાસ વાંચજો, જો કંપનીને પાન/આધાર કાર્ડ નંબર નહીં આપ્યો તો કપાશે પગાર

નોકરિયાત વર્ગ માટે એક મહત્વના સામાચાર આવ્યા છે. મળતી માહિતી મુજબ જો કોઈ કર્મચારીએ તેની કંપનીને પાન કાર્ડ અથવા આધાર કાર્ડ નંબરની માહિતી નથી આપી તો એવા કર્મચારીના પગારમાંથી 20 ટકા અથવા તેનાથી વધુ રકમ ટીડીએસ તરીકે કપાઈ શકે છે. જે કર્મચારીના કરપાત્ર આવકમાંથી કાપવામાં આવશે. મીડિયા રિપોર્ટ મુજબ આવકવેરા વિભાગે આ સૂચનો નોકરીદાતાઓ (એમ્પ્લોયર) ને આપ્યા છે.

રિપોર્ટ પ્રમાણે તાજેતરમાં જારી કરાયેલા એક પરિપત્રમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ(સીબીડીટી) એ એમ્પ્લોયરોને સલાહ આપી છે કે પોતાના કર્મચારીઓ પાસેથી પાન કાર્ડ અથવા આધાર કાર્ડ નંબર લેવો જોઈએ. સાથે પગાર માટે જાહેર સ્ટેટમેન્ટમાં તેનો ઉલ્લેખ કરવો જોઈએ. આવકવેરા અધિનિયમ મુજબ, કમાણી કરનારા લોકો માટે પાન કાર્ડ નંબર આપવો જરૂરી છે અને એવું કરવામાં નિષ્ફળ રહેનારા લોકો પાસેથી અધિનિયમમાં ઉલ્લેખિત દર મુજબ તેમની કરપાત્ર આવક પર 20 ટકા અથવા તેનાથી વધુ(જે પણ વધુ છે) સુધી ટીડીએસ વસૂલ કરી શકાય છે.

પરિપત્ર મુજબ, જો લાગુ દરના આધારે આવકવેરાનો સરેરાશ દર 20 ટકા કરતા ઓછો હોય તો 20 ટકા કપાત કરવાની રહેશે. જો સરેરાશ દર 20 ટકાથી વધુ હોય, તો ટીડીએસ સરેરાશ દરે કાપવાનો રહેશે. ઉપરાંત, જો ટીડીએસને 20 ટકાના દરે કપાવામાં આવે તો, આરોગ્ય અને શિક્ષણ ઉપકર તરીકે 4 ટકા કાપવાની જરૂર નથી. જો, કર્મચારીની આવક 2.50 લાખ રૂપિયાની કરપાત્ર મર્યાદાથી ઓછી છે તો ટીડીએસ કાપવાની જરૂર નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.