ઉત્તર કોરિયાએ ટ્રેનમાંથી બેલાસ્ટિક મિસાઈલનું પરિક્ષણ દુનિયાને ચોંકાવી દીધી.

ઉત્તર કોરિયાએ ટ્રેનમાંથી બેલાસ્ટિક મિસાઈલનું પરીક્ષણ ને દુનિયાને ચોંકાવી દીધી છે. ઉત્તર કોરિયાએ પહેલી વખત રેલ્વે મોબાઈલ સિસ્ટમ નો ઉપયોગ કયાઁ હતો. ઉત્તર કોરિયાની સૈન્ય માં નવી સજાઁયેલી રેલ્વે મોબાઈલ રેજિમેન્ટે આ પરિક્ષણથી શકિત પ્રદશઁન કયું હતું.

ઉત્તર કોરિયાએ ટ્રેનમાંથી રેલકારની મદદથી બેલાસ્ટિક મિસાઈલ પરિક્ષણ કર્યું હતું. દક્ષિણ કોરિયાનાં સૈન્યએ કહયું હતું કે, ઉત્તર કોરિયાએ બે બેલાસ્ટિક મિસાઈલો છોડી હતી. રેલકાર આધારિત મોબાઈલ લોન્ચર ની મદદથી આ મિસાઈલોનું પરિક્ષણ થયું હતું.

ઓછા ખર્ચે મિસાઈલો લોંચ થઈ શકે તેનાં પ્રયોગોના ભાગરૂપે આ પરિક્ષણ હાથ ધરાયું હતું. ઉત્તર કોરિયાએ બહાને રેલ્વે મોબાઈલ મિસાઈલ રેજિમેન્ટનું શકિત પ્રદશઁન કરાવ્યું હતું.

દક્ષિણ કોરિયાએ કહ્યું હતું કે શોર્ટ રેન્જની બે બેલાસ્ટિક મિસાઈલો છોડવામાં આવી હોવાની શક્યતા છે. બીજી તરફ ઉત્તર કોરિયાએ સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે છ મહિનામાં પહેલી વખત નવનિર્મિત ક્રૂઝ મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. ટ્રેનમાંથી મિસાઈલ લોન્ચ કરીને ઉત્તર કોરિયાએ અમેરિકા સહિત દુનિયાને ચોંકાવી દીધી છે. ઉત્તર કોરિયા પાસે રેલવે મિસાઈલ લોન્ચર છે તેની દુનિયાને પહેલી વખત જાણ થઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.