નોર્થ કોરિયાના ભેજાગેપ તાનાશાહ કિમ જોંગને આ દેશના લોકો વચ્ચે તેમના તારણહાર તરીકે અવાર નવાર રજૂ કરવામાં આવે છે.
હવે કિમ જોંગને લઈને નવો કાયદો ઉત્તર કોરિયામાં બનાવાયો છે.જે પ્રમાણે દેશની તમામ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને રોજ દોઢ કલાક કિમ જોંગ અંગે ભણાવવામાં આવશે.આ નિર્ણય પાછળનો ઉદ્દેશ લોકોને નોર્થ કોરિયાની લીડરશીપ પ્રત્યે વધારે વફાદાર બનાવવાનો છે.
એવુ કહેવાય છે કે, કિમ જોંગની બહેને તાજેતરમાં જ ગ્રેટનેસ એ્જયુકેશનના ભાગરુપે પાઠય પુસ્તકમાં બદલવાનો આદેશ આપ્યો હતો.નવો અભ્યાસક્રમ દેશની તમામ સ્કૂલોમાં પહોંચાડી દેવાયો છે.
દક્ષિણ કોરિયાના એક અખબારના દાવા પ્રમાણે નવો કોર્સ પાંચમા અને છઠ્ઠા ધોરણના બાળકો પર કેન્દ્રીત રહેશે.તેમને રોજ કિમ જોંગ, તેમના પિતા અને તેમના દાદાના બાળપણ અંગે ભણાવવામાં આવશે.
કિમ જોંગ નાના હતા ત્યારથી શૂટિંગમાં નિષ્ણાત હતા અને ભણવામાં બહુ રસ લેતા હતા તે પ્રકારની જાણકારી પુસ્તકોમાં સમાવાઈ છે.આ સિવાય કિમ જોંગના જીવન સાથે જોડાયેલા કિસ્સાઓ પણ બાળકોને સંભળાવવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.