કોરોનાથી થયેલાં દરેક મોતને મેડિકલ બેદરકારી માની પરિવારે વળતર આપવાની માંગ સુપ્રીમ કોર્ટે ઠુકરાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, કોરોના ને કારણે મોટી સંખ્યામાં લોકોનાં મૃત્યુ થયા છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે.
અરજીકતૉ દીપક રાજ સિંહની દલીલ હતી કે મોટાભાગનાં મોત ઓકિસજનની કમી કે સારવારની જરૂરી સુવિધા ન હોવાને કારણે થયા છે. સ્વાસ્થ્ય પર સંસદની સ્થાયી સમિતિએ કોરોનાની બીજી લહેરની આશંકા વ્યકત કરી હતી. પરંતુ સરકારે યોગ્ય તૈયારી કરી નહીં.
વકીલ શ્રીરામ દ્નારા દાખલ અરજીમાં તે પણ કહેવામાં આવ્યું કે અલગ સરકારો અને સંસ્થાઓ ભીડ ભેગી થવાની મંજુરી આપી. ચૂંટણી સભાઓ અને મેળાઓ આયોજન કરવામા આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.