પાદરામાં પોલીસે પિતા – પુત્રને ઢોરમાર માર્યો હોવાનાં આક્ષેપ સાથે પરિવારો પોતનાં સંબંધીઓને લઈને પાદરા પોલીસે ખાતે ન્યાયની માંગ કરવા પહોંચ્યા હતાં..
એક ખાનગી કંપનીમાં મોટરની ચોરી થઈ હતી. જેમાં સિકયુરિટીની ફરજ બજાવતાં એક યુવકને શંકાસ્પદ પૂછપરછ કરવા માટે પોલીસ લાવી હતી..
https://www.youtube.com/watch?v=7s484eAQhrM&t=2s
જો કે પોલીસે પૂછપરછ જ દરમિયાન ઢોરમાર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. જો કે યુવકને ઢોર માર માર્યોનાં ચિન્હ ખૂબ જ ગંભીર દેખાઈ આવે છે. જેઓ ઢોર માર માર્યો બાદ તેનાં પુત્રને પણ ઢોર માર માર્યો હોવાનાં આક્ષેપ કર્યો છે. સાથે તેની પત્ની પોલીસે ધક્કો માર્યો હોવાનો આક્ષેપ પત્ની કયૉ છે. તમામ ધટના બાદ પરિવારજનોએ પિતા- પુત્રને તાત્કાલિક ધોરણે વડોદરાની એસ. એસ. જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
આજે ભોગ બનનાર પિતા પુત્ર અને તેના સંબંધી પરિવારજનો સાથે પાદરા પોલીસ મથકના થાણા અમલદારને રજૂઆતો કરવા આવ્યા હતા. આ ઉપરાંત તેઓને યોગ્ય ન્યાય મળે તેની માંગ કરી હતી. પરિવારે આક્ષેપ કર્યા છે કે, અમને પૂછપરછ કરવાના બહાને બોલાવી પાદરા પોલીસના ત્રણ જેટલા લોકોએ ઢોર માર માર્યો હતો. બનતી ઘટનાઓને ડિટેકશન કરવામાં નિષ્ફળ ગયેલી અને ગુનાખોરી ડામવામાં પણ નિષ્ફળ ગયેલી પાદરા પોલીસ સામે ગંભીર આક્ષેપો થતાં ભારે ચકચાર મચી છે ત્યારે પાદરામાં પોલીસ જ રક્ષકની જગ્યાએ ભક્ષક બની હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
https://www.youtube.com/watch?v=EHcShVVEJ2Y&t=3s
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.