અરે.. મોંધા ફેશિયલથી નહીં પણ આ સામાન્ય એવી વસ્તુ રાખશે તમારા ચહેરાને લાંબો સમય રાખશે…

ચહેરાની તમામ સમસ્યાઓ દૂર કરવા માટે કેળાની છાલથી બેસ્ટ કોઈ જ વસ્તુ નથી. કેળાનાં તો મોંધા છે કે ના તો તેમાં રસાયણો હોય છે કે, જે ચહેરાને નુકસાન પહોંચાડે છે. આ એક સરળ ધરેલું ઉપચાર છે.

કેળાની છાલથી ફેસપેક બનાવવાની પદ્ધતિ જેટલી સરળ છે તેટલી જ અસરકારક પણ છે. આ ફેસપેક લગાવ્યા પછી તમારી ત્વચામાં એક અલગ જ પ્રકારનો ફરક અનુભવો. પહેલાં તો કેળાંની છાલને બારીકથી કાપી લો. મિકસર જારમાં ક્રશ કરી નાખો.

ત્યારબાદ પાકેલાં કેળાનાં બે ટુકડા, 2 ચમચી દૂધ, 1 ચમચી મધ લઈ લો અને આ બધી જ વસ્તુઓને મિકસરમાં પીસીને તેની એક પેસ્ટ તૈયાર કરો.

આ તૈયાર કરેલી પેસ્ટને એક બાઉલમાં કાઢીને તેને ફ્રિજમાં 10 મિનિટ સુધી રાખો અને ફેસ વોશનો ઉપયોગ કરીને તમારા ચહેરાને યોગ્ય રીતે સાફ કરી લો. હવે આ તૈયાર કરેલી પેસ્ટને તમારા ચહેરા અને ડોક પર 20 થી 25 મિનિટ સુધી લગાવી રાખો. એકવાર આ પેક સુકાઈ જાય ત્યારે તેને ભીના નેપકિનની મદદથી સાફ કરી લો અથવા ત્યારબાદ તમારું ફેસ તાજા પાણીથી ધોઈ લો.

જો તમારી ઉંમર 40 વર્ષથી વધુ છે અથવા તમે મેનોપોઝમાંથી પસાર થઈ રહ્યા છો તો તમારા માટે કેળાની છાલમાંથી બનાવેલ આ ફેસપેક ખુબ જ ઉપયોગી સાબિત થશે કારણકે, આ સમય દરમિયાન તમારા શરીરમાં અનેક પ્રકારના હોર્મોનલ ફેરફારો થઈ રહ્યા હોય છે, જેના કારણે ઉંમરની અસર ત્વચા પર દેખાવા લાગે છે. જ્યારે કેળાની છાલમાંથી બનાવેલ આ ફેસપેક તમારા ચહેરા પર દેખાતા ડાર્ક સર્કલ, ફાઇન લાઇન્સ, કરચલીઓ અને પિગમેન્ટેશનની સમસ્યાને દૂર કરીને ત્વચાને યુવાન બનાવી રાખે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.