નોટબંધી અને ત્યાર બાદ ડિઝિટલ ટ્રાન્ઝેક્સનને પ્રોત્સાહન આપવાનું અભિયાન ચલાવવાનાં 4 વર્ષ વીતી ચુક્યા છે, પરંતું આશ્ચર્યજનક બાબત એ છે કે આ દરમિયાન દેશમાં રોકડનો ઉપયોગ ઘટ્યો નથી અને હવે તો આ રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે 4 વર્ષ પહેલા 8 નવેમ્બર 2016નાં દિવસે નરેન્દ્ર મોદીએ અચાનક રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રનાં નામે સંબોધનમાં આની ઘોષણા કરવામાં આવી હતી, 500 અને 1000ની નોટ તે જ દિવસે રાત્રે 12 વાગ્યાંથી ગેરકાયદે જાહેર કરવામાં આવી, એટલે કે આ નોટોનું ચલણ બંધ કરવામાં આવ્યું.
ત્યારે આ નોટબંધીની તરફેણમાં દલિલ કરવામાં આવી હતી કે તેનાથી કાળું નાળું બહાર આવશે, કેશ ટ્રાન્ઝેક્સન ઓછું થશે, સરકારે ત્યાર બાદ વધુમાં વધું ડિઝિટલ ટ્રાન્ઝેક્સનને પ્રોત્સાહિત કરવા માટે અભિયાન ચલાવવામાં આવ્યું, પરંતું આંકડા કાઇક ઓર જ કહે છે.
આંકડા શું કહે છે
ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ, નોટબંધી પહેલાં, 4 નવેમ્બર, 2016 ના રોજ દેશમાં કુલ ચલણ રૂપિયા 17.97 લાખ કરોડ હતું. નોટબંધી પછીના મહિનાઓ પછી, તેમાં ચોક્કસપણે તીવ્ર ઘટાડો થયો, પરંતુ હવે તે ફરીથી નવા રેકોર્ડ સ્તર પર પહોંચી ગયું છે. નોટબંધી પછી, જાન્યુઆરી 2017માં, દેશમાં કરન્સી ઘટીને 7.8 લાખ કરોડ રૂપિયા થઈ ગયું હતું.
ત્યાર બાદ, સરકાર અને રિઝર્વ બેંક દ્વારા રોકડ અને ‘કેશલેસ સોસાયટી’ અને ડિજિટલ વ્યવહારોનાં ઓછા ઉપયોગ પર સતત ભાર મૂકવામાં આવ્યો હતો. પરંતુ જો આપણે તાજેતરના આંકડા જોઈએ, તો 23 ઓક્ટોબર, 2020નાં પખવાડિયામાં, દેશમાં ચલણની કુલ મુલ્ય 26.19 લાખ કરોડ રૂપિયાની હતી, જે આજ સુધીનો રેકોર્ડ છે. 4 નવેમ્બર, 2016 ના સ્તર કરતા આ 45.7 ટકા અથવા 8.22 લાખ કરોડ રૂપિયા વધારે છે. 23 ઓક્ટોબરના પખવાડિયામાં, જાહેરમાં 10,441 કરોડ રૂપિયાનો વધારો થયો છે.
આ વર્ષથી ઝડપથી વધ્યું ચલણ
ખાસ કરીને કોરોના કાળના છેલ્લા 10 મહિનામાં, દેશમાં ચલણનું મૂલ્ય અને ફેલાવો ખૂબ ઝડપથી વધ્યો છે. 3 જાન્યુઆરી, 2020 માં, દેશમાં ચલણની કુલ કિંમત 21.79 લાખ કરોડ રૂપિયા હતી, પરંતુ 23 ઓક્ટોબર, 2020 સુધીમાં તે વધીને 26.19 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.