નોટબંધીના અમલને ત્રણ વર્ષ થવા છતાંય રિયલ એસ્ટેટ ક્ષેત્રની પ્રતિકૂળતા યથાવત

નોટબંધીના અમલને ત્રણ વર્ષ પૂર્ણ થવા આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે સરકારના આ પગલાની હજુ પણ દેશભરના રિયલ એસ્ટેટ ક્ષેત્ર પર પ્રતિકૂળ અસર જોવા મળી રહી છે તેમ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ કંપની નાઇટફ્રેન્ક ઇન્ડિયાએ તેના અહેવાલમાં જણાવ્યું છે.

તાજેતરમાં રજૂ થયેલા આ અહેવાલમાં જણાવ્યા મુજબ આ ક્ષેત્રમાં રોકડનું પ્રમાણ તેમજ વ્યવહાર મોટા પાયે થતા હતા. જેના કારમે નોટબંધીની આ ક્ષેત્ર પર ગંભીર અસર થવા પામી છે. જો કે નોટબંધી બાદ રિયલ એસ્ટેટમાં પારદર્શિતા અને અસરકારકતામાં સુધારો જોવા મળ્યો છે એમ અહેવાલમાં જણાવાયું છે.

મુંબઇમાં ૫૦૬૩ યુનિટનું વેચાણ થયું છે જે ૨૨ ટકા ઓછું છે. હૈદરાબાદમાં પણ ૧૬ ટકાના ઘટાડા સાતે ૪,૨૫૭ યુનિટનું વેચાણ નોંધાયું છે. કોલકાતામાં પણ ૩૦૬૯ યુનિટનું વેચાણ થયુંહતું જે ૧૨ ટકા ઘટાડો દર્શાવે છે. નોઇડામાં ૧૧ ટકા અને બેંગલુરુમાં પણ નવ ટકાનો ઘટાડો થયો હતો. જો કે, ગુડગાંવમાં વેચાણમાં સાત ટકા અને પૂણેમાં એક ટકાનો વધારો નોંધાયો હતો.

નોટબંધીની ભારતીય રિયલ એસ્ટેટ પર ગંભીર અસર થઇ છે. અનેક શહેરોમાં આ ક્ષેત્રમાં રોકડ વ્યવહારનું પ્રમાણ ઘણું ઊંચું હતું જેથી નોટબંધીના કારણે ઘણી લિક્વિડિટી ખેંચાઈ ગઈ હતી. આ પ્રિતકૂળ માહોલ આજે પણ જોવા મળે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.