નોટબંધી જેવું મોટું પગલું ઉઠાવવા જઈ રહી છે મોદી સરકાર! ઘરમાં રાખેલા સોનાની જાણકારી આપવી પડશે

નવી દિલ્હી : નોટબંધી (Demonetisation) બાદ કાળા નાણા (Black Money) પર મોદી સરકાર (Modi Government) બીજું મોટું પગલું ભરવાની તૈયારીમાં છે. સીએનબીસી-આવાજને મળેલી એક્સક્લૂસિવ જાણકારી મુજબ, કાળા ધનથી સોનું (Gold) ખરીદનારાઓ પર લગામ કસવા માટે સરકાર સ્કીમ લાવી શકે છે. સૂત્રોના હવાલાથી મળેલી જાણકારી મુજબ, ઇનકમ ટેક્સ (Income Tax)ની એમનેસ્ટી સ્કીમની જેમ સોના માટે એમનેસ્ટી સ્કીમ (Amnesty Scheme) લાવી શકાય છે. એક નિયત માત્રાથી વધુ બિલ વગરનું સોનું હશે તો તેની જાણકારી આપવી પડશે અને સોનાની કિંમત સરકારને જણાવવી પડશે.

સૂત્રો મુજબ, આ એમનેસ્ટી સ્કીમ હેઠળ સોનાની કિંમત નક્કી કરવા માટે વેલ્યૂએશન સેન્ટરથી સર્ટિફિકેટ લેવું પડશે. બિલ વગરના જેટલા સોનાનો ખુલાસો કરશો તેની પર એક નિયત માત્રામાં ટેક્સ આપવો પડશે. આ સ્કીમ એક ખાસ સમય મર્યાદા માટે જ ખોલવામાં આવશે. સ્કીમની અવધિ ખતમ થયા બાદ નિયત માત્રાથી વધુ સોનું મેળતા ભારે દંડ આપવો પડશે. મંદિર અને ટ્રસ્ટની પાસે પડેલા સોનાને પણ પ્રોડક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ઉપયોગ કરવાની ખાસ જાહેરાત થઈ શકે છે.

સૂત્રો મુજબ, નાણા મંત્રાલયના ઇકોનોમિક અફેર્સ વિભાગ અને રાજસ્વ વિભાગ મળીને આ સ્કીમનો મુસદ્દો તૈયાર કર્યો છે. નાણા મંત્રાલયે પોતાનો પ્રસ્તાવ કેબિનેટની પાસે મોકલ્યો છે. ટૂંક સમયમાં કેબિનેટથી તેને મંજૂરી મળી શકે છે. ઑક્ટોબરના બીજા સપ્તાહમાં જ કેબિનેટમાં તેની પર ચર્ચા થવાની હતી. મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીના કારણે અંતિમ ઘડીએ નિર્ણય ટાળી દેવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.