નોટબંધીનાં વખાણ કરનાર વિરાટ કોહલીએ CAA પર લગાવ્યો શૉટ, ગેરજવાબદારીભર્યું પગલું…


ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ગુવાહાટીમાં રવિવારે શ્રીલંકા વિરૂદ્ધ રમાનાર ત્રણ ટી-20ના પ્રથમ મુકાબલા પહેલા આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં નાગરિક્તા સંશોધન કાયદા (CAA) સાથે જોડાયેલા વિવાદ પર એટલો જ શાનદાર શોટ લગાવ્યો કે, કે જેવો ભારતીય કેપ્ટન મેદાન પર લગાવે છે. વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં ત્રણ મેચોની સિરીઝ સિવાય બીજી પણ ગણી વસ્તુઓ વિશે જવાબો આપ્યા.

જ્યારે વિરાટને સીએએને લઇ સવાલ કરવામાં આવ્યો તો ભારતીય કેપ્ટને કહ્યું કે, આ વિષય પર હું ગેરજવાબદાર બનવા માંગતો નથી. હું એક એવા વિષય પર બોલવા માંગતો નથી, જેને લઇ બંન્ને પક્ષોમાં વિસંગતતા છે. વિરાટે કહ્યું કે, આ વિષયને લઇ હજૂ પણ મારે કેટલીક જાણકારી પ્રાપ્ત કરવાની બાકી છે. મારે આ વિષય સાથે સંકળાયેલ તમામ વાતોને જાણવાની બાકી છે અને શું ચાલી રહ્યું છે. આ પછી જ સીએએને લઇ કોઇ જવાબદારીભર્યું નિવેદન આપી શકીશ.

વિરાટે કહ્યું કે, આ એક એવો વિષય છે, જેના પર કોઇ વ્યક્તિ અલગ વાત કહી શકે છે. તો ત્યાં જ કોઇ બીજો વ્યક્તિ કંઇ અલગ કહી શકે છે. આવામાં હું પોતાને એક એવા વિષયમાં સામેલ થવા માંગ તો નથી. જેના વિશે મને સંપૂર્ણ માહિતી નથી. અને આ વિશે કંઇ પણ કહેવું જવાબદારીભર્યુ નહી રહે. તમને ધ્યાન અપાવી દઇએ કે, વિરાટ કોહલીએ વર્ષ 2016માં મોદી સરકારના નોટબંધીના નિર્ણયને ખુબ જ સારો નિર્ણય ગણાવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.