અશકય કશું જ નથી, ચીનને હરાવીને મેં સાબિત કયુઁ. ભાવિના પટેલ..

ટોકયો પેરાલિમ્પિકમાં ભારતની ભાવિના પટેલ ટેબલ ટેનિસની ફાઈનલમાં પહોંચી ગઈ છે. ગુજરાતની આ દીકરી ભાવિના પેરાલિમ્પિકની ફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટેબલ ટેનિસ ખેલાડી બની ગઈ છે. શનિવારે મહિલા સીંગલ વગઁ – 04ની સેમિફાઇનલમાં તેનો મુકાબલો ચીનની ઝાંગ મિયાઓ સાથે થયો હતો.

https://www.youtube.com/watch?v=WMhdruz0T7c

મેચમાં ભાવિનાએ ચીનની શાનદાર તક છે. ૭-૧૧,૧૧-૭,૪-૯-૧૧-૮થી માત આપી હતી. હવે ભાવિના પાસે ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચવાની શાનદાર તક છે.

ચીનની ખેલાડીને પરાજયનો સ્વાદ ચખાડયો છે. ભાવિના પટેલ હવે ગોલ્ડ મેડલથી માત્ર એક મેચ દૂર છે.ટેબલ ટેનિસમાં ભાવિનાની ફાઈનલ મેચ ૨૯ ઓગસ્ટે રમાશે. ફાઈનલમાં ભાવિનાનો સામનો ચીનની ખેલાડી ઝાઉ યિંગ સાથે થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.